By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    13 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    13 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    4 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    13 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?
રાષ્ટ્રીય

‘નરેન્દ્ર’થી ‘ભૂપેન્દ્ર’ સુધી આ ભાજપવાળાઓ સતત કેવી રીતે જીતી રહ્યાં છે?

Khaskhabar Editor
Last updated: 2026/04/29 at 4:45 PM
Khaskhabar Editor 5 months ago
Share
6 Min Read
SHARE

ભાજપે ખૂબ કાળજીપૂર્વક સર્વગ્રાહી હિન્દુ રાજનીતિનું રાજનૈતિક મોડેલ આપ્યું જેમાં ‘બધા હિન્દુ એક’ની ભાવના ઉદભવી, પ્રસરી અને ધીરે ધીરે ભાજપના મૂળિયા છેક ગ્રામ્ય સ્તર સુધી ઊંડા ઊતર્યાં

સૌજન્ય ડૉ. શિરીષ કાશીકર

- Advertisement -

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ યાને કે મહાનગરપાલિકાઓ, નગરપાલીકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ રંગેચંગે સંપન્ન થઈ અને અપેક્ષિત પરિણામો પણ આવ્યા.અત્ર તત્ર સર્વત્ર કેસરિયો લહેરાયો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એમની અપેક્ષા કરતા પણ વધારે બુરી વલે થઈ.આ બધું જોયા પછી ઘણા લોકોના મનમાં અહીં મથાળાંમાં જે પ્રશ્ર્ન કર્યો છે એ પ્રશ્ર્ન ચોક્કસ ઉઠ્યો હશે પણ એનો જવાબ શોધવા રોકેટ વિજ્ઞાની બનવાની જરૂર નથી,ઉત્તર સરળ છે.તમામ પ્રકારના રાજકીય કાવાદાવાઓ (સામ, દામ, દંડ, ભેદ)ની સાથે બે મહત્વના પરિબળો છે જે ભાજપના સઢમાં હંમેશા હવા ભરેલી રાખે છે.એ પરિબળો છે તેનો ‘કમિટેડ વોટર’ અને ‘દેવદૂર્લભ કાર્યકર્તા’. ભાજપની આ બે અસ્ક્યામતો એને હંમેશા હૂંફ અને સલામતી પૂરા પાડે છે. કઈ રીતે? આવો જોઈએ..
આ બન્ને પરિબળોના મહત્વને સમજવા થોડું નજીકના રાજકીય ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે.બહુ દૂર નહીં,હમણાં હમણાં નેવુંના દાયકા સુધી આ રાજ્ય પર કોંગ્રેસે શાસન કર્યું અને કોઈપણ રાજકીય પક્ષને ઇર્ષા આવે એવી બહુમતી સાથે કર્યું. આશરે ત્રણ દાયકા જેવો (થોડો સમય ખંડિત) જનાદેશ અને સત્તાસુખ એણે ભોગવ્યા.કોંગ્રેસે સંગઠનને મજબૂત રાખવા એક સમયે સેવાદળ સહિતના સારા,સઘન પ્રયોગો પણ કરેલા પણ તેની સરકારોએ એંસીના દાયકામાં લીધેલા એક પછી એક આત્મઘાતી નિર્ણયોએ કોંગ્રેસની શાસન પરની પકડ ઢીલી કરી નાખી.એક સમયે તો એક ટર્મમાં કોંગ્રેસે ચાર ચાર મુખ્યમંત્રી બદલ્યા અને તેના પતનની શરૂઆત થઈ. કોંગ્રેસના ગુજરાતમાં જનાધાર ગુમાવવા પાછળનું એક મહત્વનું પરિબળ હતું “ખામ” (ક્ષત્રિય+હરિજન+આદિવાસી+મુસ્લિમ) થિયરી. આ થિયરી એક સમયે કોંગ્રેસ માટે જીતનું અમોધ શાસ્ત્ર ગણાતી હતી. એ જ થિયરી તેના ગળાનો ફંદો બની ગઈ જ્યારે રાજ્યમાં જનસંઘ( ભાજપ)નો આક્રમક ઉદ્ભવ થયો.
ગુજરાતમાં સૌથી પહેલી અમદાવાદ મહાનગરપાલિકા જીતીને ભાજપે કોંગ્રેસ અજેય નથી એ સાબિત કરી દીધું. સાથે સાથે એ સમયે થયેલા જનઆંદોલનોના પરિપાક સ્વરૂપે જનતાએ કોંગ્રેસની ખામ થિયરીને નકારી કાઢી અને હિંદુત્વ આધારિત રાજનીતિને ધીરે ધીરે સ્વીકારી.અહીંથી કોંગ્રેસની પડતી શરૂ થઈ અને તેના કોફિનમાં છેલ્લો ખીલો સ્વ.ચીમનભાઈ પટેલની મહત્વાકાંક્ષા એ માર્યો. ભાજપે ખૂબ કાળજીપૂર્વક સર્વગ્રાહી હિન્દુ રાજનીતિનું રાજનૈતિક મોડેલ આપ્યું જેમાં “બધા હિન્દુ એક” ભાવના ઉદભવી, પ્રસરી અને ધીરે ધીરે ભાજપના મૂળિયા છેક ગ્રામ્ય સ્તર સુધી ઊંડા ઊતર્યા. ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કેશુબાપાના શાસન પછી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીપદે આવીને આ મૂળિયાને વધુ મજબૂત કર્યા. લોકપ્રિય રાજકારણ અને વહીવટની સાથે ખૂબ કાળજીપૂર્વક હિન્દુત્વની ભાવનાને જનતામાં પ્રસરાવી જેના કારણે જનસામાન્યમાં ભાજપ માટે એક શ્રદ્ધા ઊભી થઈ કે આ એક એવી પાર્ટી છે જે બહુમતીના હિતોની જાત-પાતનાં ભેદભાવ વગર રક્ષા કરશે, એની પડખે ઊભી રહેશે, અને એવું જ થયું. સદભાગ્યે “નરેન્દ્ર” શરૂ થયેલી આ પરંપરા “ભૂપેન્દ્ર” સુધીના તમામ શાસકોએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ચાલુ રાખી છે. પરિણામે લોકોએ હંમેશા દરેક સ્તરની ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા અને હજુ આપી રહ્યા છે, આપતા રહેશે. આ રીતે ભાજપે પોતાનો “કમિટેડ વોટરબેસ” પેઢી દર પેઢી ઊભો કર્યો જે લઘુમતી તુષ્ટિકરણ અને આંતરિક ઝગડાઓમાં અટવાયેલી, સત્તાવિહીન કોંગ્રેસ માટે અસંભવ કાર્ય હતું. ભાજપ અને તેના મતદારોના કિસ્સામાં “કમિટેડ વોટરનું” પાર્ટી માટે અને પાર્ટીનું તેના “વોટર” માટેનું આ એક વણલખ્યું પરસ્પર કમિટમેન્ટ છે અને જ્યાં સુધી ભાજપ “સંઘ શક્તિ કલૌયુગે” દૃઢીભૂત છે ત્યાં સુધી રાષ્ટ્ર અને જનસામાન્ય માટે સબ સલામત છે.
હવે બીજું પરિબળ “દેવદુર્લભ કાર્યકર્તા” અત્યંત ધીરજપૂર્વક ભાજપે છેક જનસંઘના સમયથી કાર્યકર્તાઓની એક કેડર ઊભી કરી જે કોઈ વધારે પડતી અપેક્ષા વગર માત્ર રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ ધપાવવા અને તેને સત્તા પર ટકાવી રાખવા માટે અવિરત મહેનત કરતી રહી. જો કે આના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ક્રેડિટ આપવી પડે કારણ કે રાજકીય ગતિવિધિઓથી દૂર રહીને પણ એના સ્વયંસેવકોનું જે વિચારધારા પ્રત્યેનું કમિટમેન્ટ છે એ તેણે ભાજપના કાર્યકરોમાં ઉતારવામાં (અને તેના થકી જનસામાન્યમાં રાજકીય ચેતના જગાવવામાં) ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે ભાજપ માટે મુફલિસીના સમયમાં સાચવી લેનારા કુટુંબોથી માંડીને તમામ સુવિધાઓ યુક્ત કાર્યાલયો સુધીની લાંબી સંઘર્ષમય સફર સહજ અને સરળ બની. આ કાર્યકર્તાએ ભાજપની વિચારધારા માટે રાતદિવસ એક કર્યા છે.સભાઓમાં પાથરણા પાથરવાના નાનામાં નાના કામથી માંડીને લાખો લોકો સુધી આંગળીના ટેરવે વિચારધારાને પહોંચાડતા “ડિજિટલ યોદ્ધા” સુધીના બધા જ દેવદુર્લભ કાર્યકરોના બળે ભાજપ આટલા આત્મવિશ્ર્વાસથી આગળ વધે છે. અને ભવિષ્યમાં પણ વધતો જ રહેશે. આ કાર્યકર્તા ચૂંટણી ટાણે કમિટેડ મતદારોને પણ જરૂર પડ્યે ભાઈબાપા કરીને વોટિંગ બુથ સુધી લઈ જાય છે અને ચૂંટણી ના હોય ત્યારે સતર્ક રહીને પાર્ટીના નાના મોટા કામો કરતો રહે છે.આ કાર્યકરો પણ રાજકીય કારકિર્દી ઘડવા આવેલા લોકો જ છે પણ એ ધીરજ નથી ગુમાવતા, એ સમયની રાહ જુએ છે અને આગળ વધે છે.ભાજપના નાનકડા જિલ્લા કાર્યાલયમાં ચા પીરસનારો કાર્યકર્તા એટલે જ નગરસેવક બને છે અને ખરા ઉનાળે મોટરસાઇકલ પર ફરીને, ગામડાની ધૂળ ખાઈને પાર્ટીના મૂળિયા ઊંડા ઉતારનારો કાર્યકર દેશનો પ્રધાન સેવક બને છે. બોલો, હવે આ ભાજપવાળાઓને હવા તો રહે જ ને…કે નહીં…?

You Might Also Like

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પશ્ર્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં 78%
Next Article દેશનાં 15 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?