ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
5 મેના રોજ ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ અઅઙ નેતા રાઘવ ચઢ્ઢાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત બાદ પંજાબની અઅઙ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે અઅઙ સરકાર રાજ્યની મશીનરીનો દુરુપયોગ કરીને ભાજપમાં જોડાયેલા પૂર્વ અઅઙ સાંસદો સામે ‘વેન્ડેટા પોલિટિક્સ’ (પ્રતિકારની રાજનીતિ) ચલાવી રહી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, આજે અમે રાષ્ટ્રપતિને જણાવ્યું કે પંજાબ સરકાર કેવી રીતે રાજ્યની મશીનરીનો ઉપયોગ કરીને અઅઙ છોડીને ભાજપમાં જોડાયેલા સાંસદો સામે વેન્ડેટા પોલિટિક્સ ચલાવી રહી છે. વર્લ્ડ કપ વિજેતા હરભજન સિંઘના નિવાસસ્થાનની બહાર અઅઙ કાર્યકર્તાઓએ પંજાબ પોલીસની મદદથી ‘દેશદ્રોહી’ લખ્યું હતું. ત્યારબાદ પદ્મશ્રી રાજેન્દ્ર ગુપ્તાની ફેક્ટરીમાં પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. અઅઙએ સંદીપ પાઠક સામે બનાવટી ઋઈંછ નોંધી અને મીડિયા દ્વારા ફેલાવ્યું કે તેમની અટકાયત કરવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે અઅઙએ વિજિલન્સ બોર્ડ અને પોલ્યુશન બોર્ડની મદદથી પ્રતિકારની રમત શરૂ કરી છે, પરંતુ તેનો અંત ખરેખર ખરાબ થશે. તેમણે દાવો કર્યો કે તેઓ તેમનો આગલો ટાર્ગેટ છે. તે સિવાય તેમણે આરોપ લગાવ્યો છે કે પંજાબ સરકારે તેમને સોશિયલ મીડિયા પર ધમકી આપવા માટે એજન્સીઓને હાયર કરી છે. અઅઙ આ બધું પંજાબ સરકારના ફંડ્સથી કરી રહી છે. આ આરોપો એપ્રિલ 2026ના અંતમાં થયેલા મોટા રાજકીય પરિવર્તન પછી આવ્યા છે. તે સમયે રાઘવ ચઢ્ઢા સહિત સાત અઅઙ રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ ઘટનાને પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં અઅઙ માટે મોટો ઝટકો માનવામાં આવ્યો હતો. રાઘવ ચઢ્ઢા અને અન્ય ત્રણ સાંસદોની આ મુલાકાત રાષ્ટ્રપતિ મુર્મુ સાથે 10:40 વાગ્યે થઈ હતી. આ મુલાકાત પંજાબ મુખ્યમંત્રી ભગવંત માનની મુલાકાત પહેલાં થઈ, જેમાં તેઓ પણ રાષ્ટ્રપતિને મળવાના હતા.



