પુત્રએ તેના પિતાની લાયસન્સવાળી પિસ્તોલ વડે તેની માતાને ગોળી મારી દીધી
ખાસ-ખબર સંવાદદાતા
રાજધાની લખનઉના ઙૠઈં વિસ્તારમાં હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક કિશોરે તેની માતાને ગોળી મારીને મારી હત્યા કરી નાખી કારણ કે, તેણે તેને ઙઞઇૠ ગેમ રમવાથી રોક્યો હતો. એડીસીપી કાસિમ આબ્દીએ જણાવ્યું કે, ઙૠઈં પોલીસ સ્ટેશન વિસ્તારના એક મકાનમાંથી દુર્ગંધ આવવાની સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી તો રૂમમાં લગભગ 40 વર્ષની એક મહિલા સાધનાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે જ એક પિસ્તોલ પડી હતી. જ્યારે પોલીસે મૃતકના 16 વર્ષના પુત્રની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, ઘરમાં ઈલેક્ટ્રીકનું કામ કરવા આવેલા એક વ્યક્તિએ તેની માતાની હત્યા કરી નાખી હતી.
- Advertisement -
મૃતકની 10 વર્ષની પુત્રીને વિશ્વાસમાં લઈને પોલીસે સમગ્ર મામલાની પૂછપરછ કરતા આ મામલાનો ખુલાસો થયો હતો.
મૃતક સાધનાના પતિ ફૌઝમાં જેસીઓ છે જેઓ હાલમાં પશ્ચિમ બંગાળના આસનસોલ જિલ્લામાં તૈનાત છે. ઙૠઈં વિસ્તારમાં સાધના પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. પોલીસે પુત્રને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.
બે દિવસ સુધી મૃતદેહને ઠેકાણે પાડવાનો પ્રયત્ન કરતો રહ્યો
રવિવારથી લઈને મંગળવારે મોડી રાત સુધી પુત્ર માતાના મૃતદેહને ઠેકાણે પાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેણે જ્વલનશીલ સામગ્રીથી માતાના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. મંગળવારે સાંજે ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને સૂચના આપી હતી ત્યારબાદ આ સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. આ બે દિવસમાં આરોપી પુત્રની વર્તણૂક સામાન્ય રહી હતી. મિત્રો સાથે રમતો પણ હતો. તેમને ઘરે બોલાવી ફિલ્મ જોઈ, ઘરે ભોજન બનાવી જમ્યા પણ હતા. પોલીસે આરોપી પુત્ર સામે સગીર બાળકો માટે બનેલા કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.