ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર ટીમ ગબ્બર ગુજરાતના કાંતિભાઈ ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, વિકાસ કમિશનર જુનાગઢ,જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢ, વિસાવદર મામલતદાર તથા ચીફઓફિસર વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે.
- Advertisement -
વિસાવદર શહેરમાં 65 ઈંચ જેટલો વરસાદ ચાલુ સીઝનમાં થતા શહેરની મુખ્ય બજાર રામ મંદિર ચોકથી રેલવે સ્ટેશન સુધી તથા કનૈયા ચોકથી રાણાબાપાની આંબલી સુધીનો વિસ્તાર તથા જલારામ કટલેરીથી કાલસારી રેલવે ફાટક સુધીનો રોડ વિસાવદર નગરપાલિકા હસ્તકનો હોય તે રોડમાં વરસાદના પાણીના ખાડાઓ ભરાયેલ હોય અને ખાડાઓનું રાજ હોય તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે તેથી સરકારમાંથી આ અંગેની રકમ વધારવા અને જરૂરી ગ્રાન્ટ રસ્તા માટે વિસાવદર નગરપાલિકાને તાત્કાલિક ફાળવવા અમારી માંગ સાથે રજુઆત છે.
ટીમ ગબ્બરની આ રજુઆત વ્યાજબી હોય જેથી તેની ગંભીરતા ધ્યાને લઇ રોડ રસ્તા માટે જરૂરી સ્પે.કેસમાં ગ્રાન્ટ ફાળવવા અરજ છે.અમારી ટીમ ગબ્બરની રજુઆત લાગુ પડતા વિભાગોમાં કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત પ્રત્યુતર નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા ટીમ ગબ્બરના સરનામે લેખિતમાં મોકલવા અરજ કરેલ હોવાનું ટીમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.