રાજકીય પક્ષોના સેટિંગથી મતદારોના મનની વાત મનમાં રહી ગઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ચૂંટણી જંગના મેદાનમાં ઉમેદવારોની અંતિમ યાદી સામે આવી ચૂકી છે જેમાં ચૂંટણી જંગમાં ઉતરતા ઉમેદવારોએ હવે મતદારોને રિઝવવા માટેના પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે તેવામાં ધ્રાંગધ્રા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટેની ચૂંટણીમાં કેટલીક બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે જેમાં ખાસ કરીને ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 1 અને 8ની ભજો પેનલમાં ચાર બેઠકો ચૂંટણી પૂર્વે જ ભાજપે હાંસિલ કરી લીધી હતી તેવામાં આ બંને બેઠકો પર ચૂંટણી થઈ શકશે નહીં પરંતુ બિન હરીફ કરવાના લીધે વોર્ડ નંબર 1 અને 8ના કુલ 16488 મતદારો(વર્ષ 2011ની યાદી મુજબ) નો મતાધિકાર છીનવાઈ ચૂક્યો છે. જેમાં વોર્ડ નંબર 1માં ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષના ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતા ચારેય બેઠક બિન હરીફ થઈ હતી જ્યારે વર્ડ નંબર 8માં ભાજપના ચાર ઉમેદવારો સામે શહેર કોંગ્રેસ પ્રમુખ રમેશ ડાભીએ ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતી પરંતુ મેન્ડેટમાં ક્ષતિ હોવાથી આ ઉમેદકાડી પત્ર રદ થતા અહીંની બેઠકના ભાજપ ઉમેદવારો પણ બિન હરીફ વિજય થયા હતા જેથી વોર્ડ નંબર 1 અને 8ની આઠેય બેઠકો બિન હરીફ થઈ હતી આ તરફ દર પાંચ વર્ષે એક વખત મતદારો માટે સમય હોય છે પરંતુ આ પ્રકારે બિન હરીફ થવાના લીધે મતદારોને વધુ પાંચ વર્ષ માટે ભોગવવાનો વારો આવ્યો છે. બિન હરીફ થવાના લીધે ઉમેદવારોને મતદારોના મતની કિંમત સમજતી નથી જેના લીધે બિન હરીફ થયેલ ઉમેદવારો મતદારોના કામ કરવા માટે કોઈ ખાસ રુચિ દર્શાવતા નથી. ત્યારે ધ્રાંગધ્રામાં બે વોર્ડની બિન હરીફ થયેલી કુલ આઠ બેઠકોના લીધે અહીંના સ્થાનિક મતદારોના મનની વાત મનમાં રહી જાય તેવી સ્થિતિ ઉદ્ભવ થઈ છે.



