સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રાજકોટના ગુણવંતભાઇની ખબર પૂછવા ભાજપના વરિષ્ઠ નેતા અમદાવાદ પહોંચ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
અમદાવાદ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રાજકોટના સરગમ કલબના પ્રેસિડેન્ટ અને સામાજિક આગેવાન ગુણવંતભાઈ ડેલાવાળાનું ઘૂંટણ બદલવાનું (ની રીપ્લેસમેન્ટ) સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ હાલ તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબીબોની દેખરેખમાં સ્વસ્થ થઈ રહ્યા છે. આ દરમિયાન કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા અને તેમના પીએ તેજસભાઇ ખાસ કરીને અમદાવાદ પહોંચી ગુણવંતભાઈ ડેલાવાળાની ખબર અંતર પૂછવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વજુભાઈ વાળા અને ગુણવંતભાઈ ડેલાવાળા વચ્ચે ટૂંકી આત્મિય વાતચીત થઈ હતી, જેમાં મુખ્યત્વે સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી. વજુભાઈએ તેમની તબિયત અંગે માહિતી મેળવી અને વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેજસભાઇના જણાવ્યા મુજબ ઓપરેશન સફળ રહ્યું છે અને ગુણવંતભાઈની તબિયત સ્થિર છે. નજીકના દિવસોમાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



