ત્રણ શખ્સોની ધરપકડ, દારૂ- કન્ટેનર સહિત 33 લાખનો મુદામાલ કબજે
દારૂ મંગાવનાર ચોટીલાના શખ્સ, મોકલનાર હરિયાણાના બે શખ્સોની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
તહેવાર ટાણે સક્રિય થયેલા બુટલેગરો પોલીસ રીતસરની ધોંસ બોલાવી રહી છે ત્યારે જસદણ પોલીસે દેવપરા ગામની સીમમાંથી રૂ.7 લાખનો દારૂ ભરેલ ક્ધટેનર સાથે ત્રણ શખ્સોને પકડી કુલ રૂ.33 લાખનો મુદામાલ કરી દારૂ મંગાવનાર ચોટીલાના શખસ અને મોકલનાર હરિયાણાના બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી.જાનીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે ચોટીલાના ગુંદા ગામનો રાજુ શીવા પરાલીયાએ બહારથી ટ્રક ક્ધટેનરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે
અને દેવપરા ગામની સીમમાં વડલી તરફ જવાના કાચા રસ્તે અવાવરૂ જગ્યામાં દારૂનું કટિંગ કરનાર છે આ બાતમી આધારે દેવપરા ગામના પાટીયા નજીક કાચા રસ્તે દરોડો પાડી ત્રણ શખ્સોને સકંજામાં લઈ નામઠામ પૂછતાં રાજસ્થાનના ડ્રાયવર ઝબરસીંગ ગોવિંદસિંહ રાઠોડ, ચોટીલાનો રણજીત વિહા પરાલીયા અને જસદણનો મહેશ જીવન હીરપરા હોવાનું જણાવ્યું હતું બાદમાં દારૂ ભરેલ ક્ધટેનર પોલીસ મથકે લાવી ગણતરી કરતાં દારૂની 138 પેટી, 1656 બોટલ મળી આવતાં પોલીસે કુલ રૂ.7.02 લાખનો દારૂ, ટ્રક, રોકડ અને ફોઈલ રોલનો જથ્થો મળી કુલ 33 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો હરિયાણાના રાકેશ ઉર્ફે રીંકુ અને પ્રધાનજીએ મોકલ્યો હોવાનું અને ચોટીલાના રાજુ પરાલીયાએ મંગાવ્યો હોવાનું જણાવતા તે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે ગઈકાલે સાંજના આઠ વાગયે બલદેવ હોટલ પર હોલ્ટ રહેવાનું કહ્યું હતું તે પછી રાજુનો માણસ રણજીત આવેલ અને રસ્તામાં દારૂનો જથ્થો ઉતારવા માટે મજુર તરીકે મહેશને બોલાવ્યો હતો અને દારૂનું કટીંગ દેવપરા ગામની સીમમાં અવાવરુ જગ્યાએ કરવાનું હતું.