By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    15 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    17 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    15 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    17 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    2 days ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    2 days ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    16 hours ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PM મોદીએ સિંહ દર્શન સાથે વન્ય જીવ સૃષ્ટિને નજીકથી નિહાળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > PM મોદીએ સિંહ દર્શન સાથે વન્ય જીવ સૃષ્ટિને નજીકથી નિહાળી
જુનાગઢ

PM મોદીએ સિંહ દર્શન સાથે વન્ય જીવ સૃષ્ટિને નજીકથી નિહાળી

Khaskhabar Editor
Last updated: 2025/03/03 at 4:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે નિમિતે પ્રધાનમંત્રીએ ગીરની મુલાકાત

વહેલી સવારથી જંગલ સફારી કરી, ગીરના કેસરી સિંહો નિહાળ્યા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
આજે 3જી માર્ચ એટલે વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધાર્યા છે ત્યારે જામનગર મુકલાત બાદ સોમનાથ મહાદેવના દર્શન કરી મહાદેવની વિશેષ પૂજન અર્ચન કરી આશીર્વાદ લીધા હતા ત્યારે બાદ પ્રધાનમંત્રી મોદી ગત રોજ સાસણ નજીક ભાલછેલ ગામે હેલિપેડ આવી પોહચ્યાં હતા જ્યાં તેમનું અધિકારીઓ અને પદાધિકારીઓએ ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રી રોકાણ સાસણ ગીર સિંહ સદન ખાતે કર્યું હતું અને આજે વેહલી સવારે જંગલ સફારી કરીને સિંહ દર્શન કર્યા હતા અને જંગલને નજીકથી નિહાળ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે અલગ અંદાજમાં જોવા મળ્યા હતા ગીર જંગલનો ડ્રેસ સાથે અને હાથમાં કેમેરા સાથે જંગલ સફારી કરી હતી અને અલગ અલગ જગ્યા પર સિંહો અને સિંહણ અને તેના બચ્ચાની તસવીરો તેમના કેમેરામાં કેદ કરી હતી.અને ગીર સેન્ચુરીનાં જંગલના કુદરતી વાતાવરણને નજીક માણ્યું હતું તેની સાથે ગીરની વન્ય સંપદા અને જીવ સૃષ્ટિ નજીકથી જોઈ અભિભૂત થયા હતા.જીપ્સીમાં સવાર પ્રધાનમંત્રી મોદીએ કેપ સાથે વાઈલ્ડ લાઈફ જેકેટ અને હાથમાં કેમેરા સાથે જગંલ સફારી કરી હતી અને સિંહ સહીત જંગલના વિવિધ વન્ય પ્રાણી નિહાળ્યા હતા. તેની સાથે હાલ ફાગણ મહિનામાં વસંત ઋતુમાં કેસુડો ખીલ્યો છે ત્યારે તે કેસૂડાંના વૃક્ષને જોઈને પ્રધાનમંત્રી મોદીએ ફૂલોનો સ્પર્સ કરીને તેની સાથે એક તસ્વીર પણ લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે આજે વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે નિમિતે ઊંચ અધિકારીઓ સાથે વર્લ્ડ વાઈલ્ડ લાઈફની બેઠક પણ સાસણ ખાતે યોજાવમાં આવી છે જેમાં લાયન પ્રોજેક્ટ તેમજ ગીર સેન્ચુરીના વન્ય પ્રાણી સહીત મુદ્દે ચર્ચા કરવામાં આવી તેવું જાણવા મળે છે. જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લાઈન પ્રોજેક્ટ એક ડ્રિમ સપનું છે.અને સિંહોના સંરક્ષણ અને તેની જાળવણી મુદ્દે અનેક બાબતના વિષયો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે ગીરના ખેડૂતો અને પ્રવાસનને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેના માટે ગીરના સ્થાનિક અને ગીર બોર્ડર સાથે જોડાયેલ ગ્રામ્યના લોકો આશા અપેક્ષા રાખી રહ્યા છે.એક તરફ સિંહો સહીત વન્ય પ્રાણીનું જતન બીજી તરફ પ્રવાસન સ્થળને વેગ મળે તેની સાથે ખેડૂતોને થતા અન્યાય બાબતે ખાસ તકેદારી રાખવામાં આવે અને લાઈન પ્રોજેક્ટથી સંતુલન જળવાઈ રહે તેવા નિયમો સાથે લાઈન પ્રોજેક્ટ સાકાર થાય તેવી લોકોની આશા અપેક્ષા છે.

PM મોદીની વર્લ્ડ વાઈલ્ડ લાઈફની બેઠકમાં લાયન પ્રોજેક્ટ પર ચર્ચા

અલગ અંદાજમાં પીએમ મોદીએ સિંહોની તસવીરો કેમેરા કેદ કરી

- Advertisement -

3 માર્ચના રોજ વિશ્ર્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનું વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ ક્ધઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ વિઝનને અનુરૂપ, ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે, જે એશિયાઇ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ છે, જે તેમના નિવાસસ્થાનના વ્યૂહાત્મક સંચાલન અને સામુદાયિક ભાગીદારી થકી સિંહોના લાંબાગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ સ્વાતંત્ર્ય દિનના અવસર પર પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનમાં વડાપ્રધાનએ એશિયાઈ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ લાયન એ સમુદાયની ભાગીદારી, ટેક્નોલોજી પર ભાર, વન્યજીવ આરોગ્ય સંભાળ, યોગ્ય નિવાસસ્થાન વ્યવસ્થાપન અને માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવાના પગલાંઓ દ્વારા સંચાલિત છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણ સંબંધિત પગલાંઓને આગળ વધારી રહ્યું છે, અને સુનિશ્ચિત કરી રહ્યું છે કે પ્રોજેક્ટ લાયન ગુજરાતના વન્યજીવ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટેના લાંબાગાળાના વિઝન સાથે સુસંગત હોય. ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા તા. 2 નવેમ્બર, 2022ના પત્રથી કુલ રૂ.2927.71 કરોડના બજેટ સાથે 10 વર્ષનો પ્રોજેક્ટ લાયન મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એશિયાઇ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે, જેમની કુલ વસ્તી, વર્ષ 2020ના વસ્તી ગણતરી અંદાજ મુજબ 674ની છે. હાલમાં, રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે.

આ ઉપરાંત, રાજ્યમાં બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી સ્થાયી થઈ હોવાથી બરડા અભયારણ્યને આ પ્રોજેક્ટ હેઠળ સિંહોના ‘સેક્ધડ હોમ’ (બીજું ઘર) તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોનું બીજું ઘર તરીકે ઉભરી આવ્યું છે, અને આજે બરડા વિસ્તારમાં 17 સિંહો વસવાટ કરે છે, જેમાં 6 વયસ્ક સિંહ છે અને 11 બાળસિંહ છે. પ્રોજેક્ટ લાયનમાં સિંહના નિવાસસ્થાન અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પર્યટન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતા સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.

ભારત સરકારનો સિંહોના સંરક્ષણ માટે 2900 કરોડના ખર્ચે પ્રોજેક્ટ લાયન

રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકામાં કુલ 30 હજાર ચો.કિ.માં 674 સિંહો

સિંહ સંરક્ષણના મજબૂત પ્રયાસો…
વર્ષ 2024માં નવા બીટ ગાર્ડ્સની નિમણૂંક: સિંહ સંરક્ષણને મજબૂત બનાવવા માટે વર્ષ 2024માં 237 બીટ ગાર્ડ્સ, 162 પુરુષો, 75 મહિલાઓની ભરતી કરવામાં આવી હતી. તેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે, સંઘર્ષો અટકાવે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે.રેસ્ક્યુ વ્હીકલ્સ તહેનાત કર્યા વાઇલ્ડલાઇફ ઇમરજન્સી માટે ઝડપી પ્રતિક્રિયા, જંગલી પ્રાણીઓના બચાવ અને સમયસર તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે 92 રેસ્ક્યુ વ્હીકલ્સ તહેનાત કરવામાં આવ્યા.ખેડૂતો માટે માંચડાઓ: માનવ-વન્યજીવન ઘર્ષણ ઘટાડવા માટે 11,000 માંચડાઓ બનાવવામાં આવ્યા છે, જે ખેડૂતોને તેમના પાકનું રક્ષણ કરવામાં મદદ કરે છે, તેમજ સિંહો સાથેના સહઅસ્તિત્વ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ દીવાલો: વન્યજીવોને ખુલ્લા કૂવામાં પડતા બચાવવા અને તેમનું રક્ષણ કરવા માટે એક મુખ્ય સુરક્ષા ઉપાય એ છે કે ખુલ્લા કૂવાઓની ફરતે પેરાપેટ દીવાલો બનાવવામાં આવે. આ માટે 55,108 ખુલ્લા કૂવાઓની ફરતે પેરાપેટ દીવાલો બનાવવામાં આવી છે, જેનાથી વન્યજીવોના મૃત્યુદરમાં ઘટાડો થાય તેમજ પશુઓ અને જળસ્ત્રોતો બંનેને સુરક્ષિત રાખી શકાય.

પ્રોજેક્ટ લાયન હેઠળ મહત્ત્વની પહેલો…
વન્યજીવોનું આરોગ્ય: ભારત સરકારે વન્યજીવના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળીયા ખાતે નેશનલ રેફરલ સેન્ટરને મંજૂરી આપી છે. આ માટે 20.24 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે અને હાલમાં સેન્ટરની બાઉન્ડ્રી બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. હાઇ-ટેક મોનિટરિંગ: સાસણ ખાતે ગીર વિસ્તારના વન્ય પ્રાણીઓના મોનિટરિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર તેમજ વેટરનરી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.વ્યાપક જન ભાગીદારી: ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલા જાગૃતિ કાર્યક્રમોમાં 11,000થી વધુ સંસ્થાઓ અને આશરે 18.63 લાખ વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા.રેલ્વે સલામતી માટેનાં પગલાં: બૃહૃદ ગીર વિસ્તારમાં આવેલી રેલ્વે લાઇનો પર સિંહની અવર-જવરના કારણે સંભવિત અકસ્માત નિવારવા માટે રેલ્વે સાથે એસ.ઓ.પી. (જઘ1ઙ)ની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ‘પ્રોજેક્ટ લાયન’ ભારતમાં વન્યજીવ સંરક્ષણ માટે એક ઐતિહાસિક પહેલ છે. આ પહેલ હેઠળ ગુજરાત એશિયાઈ સિંહોના કાયમી અસ્તિત્વ અને તેમની સુખાકારીને સુનિશ્ચિત કરી રહ્યું છે, જે વન્યજીવ સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન મજબૂત બનાવશે.

 

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગંદી ભાષા ટેલેન્ટ નથી’, ઠપકો આપ્યા બાદ કોર્ટે રણવીરના પૉડકાસ્ટને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી
Next Article PM મોદીએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા, સોમેશ્ર્વર મહાપૂજા કરી દેશનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ
બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?