ક્યુબ એજન્સી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની મિલિભગત
136 કરોડનાં ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીમાં ઘાલમેલ
રાજકોટના રૈયા સ્માર્ટ સિટી એરીયામાં અટલ સરોવરનાં ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. અટલ સરોવર અને આસપાસના રસ્તે ફૂટપાથ પરના લાખોની સંખ્યામાં જે પેવર બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં પેવર બ્લોક નાખવાનું કામ ધરાવતી એજન્સી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની મિલિભગતથી એક કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ચોંકવનારી વિગત પ્રકાશમાં આવી છે. અટલ સરોવર સહિતના આસપાસના વિસ્તારમાં આવેલા રસ્તાની બન્ને બાજુના ફૂટપાથ પર આશરે 136 કરોડ રૂપિયા ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામનું ટેન્ડર ક્યુબ નામની કંપનીને મળેલું છે અને પેવર બ્લોકનું સંપૂર્ણ કામ સપ્ટેમ્બર 2022 આસપાસ પૂર્ણ થઈ શકે તેમ છે.

- Advertisement -
આ કામનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એટલે કે પીએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે આમ છતાં આ પેવર બ્લોક અત્યંત નિમ્ન કક્ષાની ગુણવત્તાવાળા માલ-મટીરિયલમાંથી બનાવેલા નાખવામાં આવી રહ્યા છે. રસ્તા પરની બંને બાજુ પર આવેલા ફૂટપાથ પર નાખવામાં આવતા પેવર બ્લોક સિમેન્ટ, ક્રોકીન્ટ, રેતી અને કેમિકલમાંથી બને છે. જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હોવાની માર્કવાળા હોય છે પરંતુ અટલ સરોવરના રસ્તે નાખવામાં આવી રહેલા પેવર બ્લોક તમામ નિયમોને નેવે મૂકી હલકી ગુણવત્તાવાળા કોન્ટ્રાક્ટ કંપની નાંખી રહ્યા હોવાનું જણાય રહ્યું છે. ખાસ-ખબરની ટિમ દ્વારા સ્થળ પર જઈ પેવર બ્લોકની ગુણવત્તા તપાસવામાં આવી હતી ત્યારે આ પેવર બ્લોક હલકી ગુણવત્તાના હોવાનું જણાય આવ્યું હતું.
રસ્તાની બંને બાજુના ફૂટપાથ પર નાખવામાં આવતા પેવર બ્લોક હલકી ગુણવત્તાનાં ચોક્કસ પગલાં લેવાશે : મ્યુ. કમિશનર અમિત અરોરા
અટલ સરોવર અને આજુબાજુના રસ્તા પર ફૂટપાથ પર જે લાખોની સંખ્યામાં પેવરબ્લોક નાખવામાં આવી રહ્યા છે તે નોનઆઈએસઆઈવાળા છે તે અંગેની જાણ આજે ‘ખાસ-ખબરે’ મ્યુ. કમિશનર અમિત અરોરાને કરતાં અમિત અરોરાએ વાતચીતમાં જણાવ્યું હતું કે જો આ વાત સાચી હશે તો આ અંગે જરૂર પગલાં લેવામાં આવશે તથા સ્માર્ટ સીટી સી.ઓ. સાથે વાત કરીશ અને નિયમો હશે એ જોઈ લેશું તથા ટેન્ડરની શરતોથી વિપરીત કામ હશે તે ચલાવી લેવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું.
અટલ સરોવરના રસ્તે નાંખવામાં આવી રહેલાં પેવર બ્લોક અતિ નિમ્ન ગુણવત્તાનાં હોવાનો રિયાલિટી ચેક કરતો વિડીયો જોવા અહીં ક્લિક કરો..
https://www.youtube.com/watch?v=Yh96FOmxlgc&t=23s


