પાટડી પોલિસ મથકના હેડ કોન્સ્ટેબલે માર માર્યો હોવાનો આક્ષેપ : કાર્યવાહી ન થતા યુવાન હાઈકોર્ટમાં જશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક હેઠળ આવતા ઉપરીયાણા ગામે થોડા દિવસો પહેલા કૌટુંબિક ભાઈઓ વચ્ચે બોલા ચાલી થઈ હતી જેની રજુઆત કરવા આવેલ યુવકની પોલીસે ફરિયાદ લેવાના બદલે સામાપક્ષની પ્રથમ ફરિયાદ લઈ તેને માર માર્યો હોવાના આક્ષેપ થયા હતા પોલીસના મારના કારણે તબિયત નાદુરસ્ત થતા યુવાનને 108 મારફતે પ્રથમ પાટડી ત્યારબાદ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો આ બાબતે પોલીસ કમ્પ્લેનઓથોરિટી તથા પોલીસ હેલ્પલાઇનને ટેલિફોનિક અને લેખિત રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા કરવામાં આવી હતી છતાં હજુ સુધી ચોક્કસ કાર્યવાહી ન કરવામાં આવતા યુવાન ન્યાય માટે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવનાર છે
- Advertisement -
પાટડી પોલીસ મથકના હેડ કોસ્ટેબલ ગણપતભાઈ દ્વારા ઉપરિયાળાના યુવાનને પટ્ટાવડે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાને લેખિત અરજી કર્યા બાદ દિવસો વીતવા છતાં કાર્યવાહી ન થતા પાટડી પોલીસ મથકે વિગત જાણવા પહોંચતા પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું હતું અને કાર્યવાહી ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું હતુ જ્યારે લેખિત અરજીના દિવસો વિતવા છતાં પોલીસ દ્વારા અરજદારને નિવેદન લેવા માટે બોલાવવામાં ન આવ્યા અને અરજદાર રૂૂબરૂૂ પૂછપરછ કરવા પહોંચ્યા ત્યારે નિવેદન લેવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ચોક્કસ કાર્યવાહી ન થતા યુવાન ન્યાય મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરશે તેવી માહિતી સામે આવી છે