ખાસ-ખબર સંવાદદાતા
સ્પેનના જ નહીં પણ દુનિયાના મહાનતમ ચિત્રકારોમાં સ્થાન પામતા પાબ્લો પિકાસોનુ એક પેઈન્ટિંગ અધધ… 14 કરોડ ડોલરમાં વેચાય છે. અત્યાર સુધીમાં વેચાયેલા સૌથી મોંઘા પેઈન્ટિંગ્સમાં પિકાસોનુ આ પે્ઈન્ટિંગ બીજા ક્રમે છે. ન્યૂયોર્કમાં ઓક્શન હાઉસ સોધેબી દ્વારા બુધવારે રાત્રે યોજાયેલી હરાજીમાં પેઈન્ટિંગ માટે જોરદાર બોલી લાગી હતી.પેઈન્ટિંગની વાત કરવામાં આવે તો તેનુ શિર્ષક વુમન વિથ એ વોચ…છે. આ પેઈન્ટિંગમાં જે મહિલાનુ ચિત્રણ કરાયુ છે તે ફ્રાંસની પેઈન્ટર મેરી થેરેસી વોલ્ટર છે. હરાજીમાં જતા પહેલા જ તેની બેઝ પ્રાઈઝ 120 મિલિયન ડોલર મુકવામાં આવી રહી હતી. ન્યૂયોર્કના ફિશર પરિવારના કલેક્શનમાં પિકાસોએ 1932માં બનાવેલુ આ પેઈન્ટિં હતુ અને તેને હરાજીમાં મુકવામાં આવ્યુ હતુ. આર્ટ એક્સપર્ટ જુલિયન ડેવિસનુ કહેવુ છે કે, આ પેઈન્ટિંગ ઉત્કૃષ્ટ છે.તેમાં આનંદ, ભાવુકતા અને ત્યાગની ભાવના છલકે છે.
પેઈન્ટિંગમાં દર્શાવેલી ફ્રાંસની પેઈન્ટર મેરી વોલ્ટરની મુલાકાત પિકાસો સાથે પેરિસમાં 1927માં થઈ હતી. તે સમયે પિકાસોએ રશિયન યુક્રેનિયન બેલે ડાન્સર ઓલ્ગા ખોખલોવા સાથે લગ્ન કર્યા હતા. 91 વર્ષે પિકાસનુ નિધન થયુ હતુ પણ તેના 50 વર્ષ પછી પણ તેમની ગણના દુનિયાના બહેતરીન પેઈન્ટરોમાં થાય છે. જોકે પિકાસો પર ઘણી મહિલાઓ સાથે સબંધો રાખવાના અને તેમાંની કેટલીક મહિલાઓનુ શોષણ કરવાના આરોપ લાગ્યા હતા.
પાબ્લો પિકાસોનુ પેઈન્ટિંગ ‘વુમન વિથ એ વોચ’14 કરોડ ડોલરમાં વેચાયું
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/12-7.gif)