શાસક પક્ષે ઠરાવની તૈયારી બતાવતા મામલો થાળે પડ્યો
જૂનાગઢ મનપા જનરલ બોર્ડમાં વિપક્ષનો હોબાળો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેરના ઐતિહાસિક ઉપરકોટ પાસે થયેલ દબાણ હટાવવાની કામગીરી પ્રક્રિયામાં ઘરવિહોણા બનેલા લોકો માટે વિપક્ષ દ્વારા વૈકલ્પિક જગ્યા ફળવા માટે માગણી કરી હતી. જૂનાગઢ મહાનગર પાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં ઉપરકોટ પાસે થયેલા દબાણ દૂર કરનાર અસામીઓને વૈકલ્પિક જગ્યા આપવાની વિપક્ષે માંગ કરી હતી જો કે કમિશનરે આ દબાણ કલેક્ટર દ્વારા દૂર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું જેમાં ત્યાં રજૂઆત કરવામાં આવે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે ત્યારે વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે જરૂરી ઠરાવ મનપા કરે તેના માટે વોટિંગ કરી નિણય લેવાય તે જરૂરી છે તે માટે વિપક્ષ રજૂઆત કરી હતી પહેલા મેયર આ બાબતે દાદ ન દેતા વિપક્ષના સભ્યો વિરોધમાં નીચે બેસી ગયા હોવાનું સામે આવ્યું હતું અંતે મેયર અને કમિશનર વચ્ચે વાટાઘાટ કરી વૈકલ્પિક જગ્યા ફાળવવા ઠરાવ કરવામાં આવે તે માટેની તૈયારી બતાવ્યા બાદ મામલોથાળે પડ્યો હતો.



