શોભાયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ યોજી પેટ્રોલિંગ કર્યું
જૂનાગઢ રામનવમી તહેવાર નીમીતે રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીતના અધિકરીઓ દ્વારા રામનવમી તેહવારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તેના માટે એસપી હર્ષદ મેહતા સાથે પોલીસ જવાનો અને બીએસએફની ટુકડી સાથે શહેરના રામનવમી શોભાયાત્રા રૂટ પર જાતે ફ્લેગ માર્ચ યોજી પેટ્રોલિંગ કર્યું હતું અને શોભાયાત્રા રૂટની સમીક્ષા કરીને પોલીસને જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપવામાં આવી હતી આજે પ્રભુ શ્રીરામના જન્મોત્સવને વધાવવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારે ઝાંઝરડા ગામથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને બપોર બાદ ઉપરકોટથી શ્રી રામજી મંદીર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળતા જેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો અને રામનવમી તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તેના માટે પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.