ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જુનાગઢ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જીતની હેટ્રીક સાથે નામાંકન પત્ર ગઈકાલ શક્તિ પ્રદર્શન સાથે ભર્યું હતું અને ઉમેદવારી પત્ર ભર્યા બાદ સીધા ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબાના દર્શન કરવા પોહચ્યાં હતા ત્યારે રાજેશભાઈ ચુડાસમાએ ચૈત્રી નવરાત્રીના હવનાષ્ટમીના પાવન દિવસે પોતાની ઉમેદવારી નોંધાવી ફોર્મ રજૂ કરી અને સીધાજ માતાજીના આશીર્વાદ લેવા ગિરનાર ઉપર અંબાજી મંદિર પધાર્યા હતા અને માતાજીની સન્મુખ માતાજીના દર્શન કર્યા હતા મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુ વતી પૂજારી તુષારભાઈ અને પીન્ટુભાઇ એ રાજેશભાઈને માતાજીની ચુંદડી પ્રસાદી રૂપે અર્પણ કરી વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા એમની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, યોગીભાઈ પઢીયાર વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
- Advertisement -
5 વર્ષમાં 1.91 કરોડની સંપતીનો વધારો દર્શાવ્યો
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ફોર્મમાં મિલકત રૂ. 3 કરોડ દર્શાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ 13 લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ગઇકાલ નામાંકન પત્ર ભર્યુ હતુ આ ઉમેદવારી ફોર્મમાં એફીડેવીટ જાહેર કરીને સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાની મિલકતની આવક દર્શાવવામાં આવી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.91 કરોડની સંપતીનો વધારો દર્શાવ્યો હતો. આ એફીડેવીટમાં જાહેર કરેલી મિલકતમાં છેલ્લા નાણાંકીય વર્ષની આવક 18,94,950, હાથ પર રોકડા 1,80,099, અલગ અલગ બેંક ખાતામાં કુલ 36,88,785, એલઆઇસીની પોલીસી 15,00,000, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસી 40,00,000 આપેલ લોન 85,000, ઇનોવા કાર 11,00,000, ટ્રક 4,00,000, એક્ટિવા સ્કુટર 35,000, સોનુ 20 ગ્રામ કિંમત 1,20,000 આમ કુલ જંગમ મિલકત 1,11,08,884 દર્શાવાઇ છે. વારસાગત મિલકતમાં હિસ્સો 72,00,000, બીનખેતી જમીન 92,00,000, મકાન 24,00,000 આમ કુલ સતાવાર મિલકત 1,88,00,000 દર્શાવાઇ છે., કુલ દેણુ 9,89,043 દર્શાવાયું છે., પત્ની રેખાબેનની છેલ્લા નાણાંકીય વર્ષની આવક 6,03,470, હાથપર રોકડા 80,000, બેંક ખાતામાં23,928, સોનુ 40 ગ્રામ કિંમત 2,40,000, કુલ જંગમ મિલકત 3,43,928, સતાવર મિલકત 32,00,000, રાજેશ ચુડાસમાં વિરૂઘ્ધ વેરાવળ કોર્ટમાં ડો.અતુલ ચગ મામલે આઇપીસી 306-506(ર) -114 અંતર્ગત ફોજદારી કેસ પેન્ડીંગ છે.