Steve Jobs ની સેન્ડની બોલી કરોડો રૂપિયાની બોલી લાગી છે. તેને હરાજી માટે મુકવામાં આવ્યા હતા. Steve Jobs નાં આ Birkenstocks સેન્ડલ માટે માટે 218700 (લગભગ 1.7 કરોડ રૂપિયા) ની બોલી લગાવવામાં આવી હતી.

Apple ના સ્થાપક Steve jobs ની ચીજ વસ્તુઓની હરાજી કરવામાં આવી રહી છે. ત્યારે હરાજી થનાર ચીજ વસ્તુઓના બોલી ખૂબ જ વધારે લાગી રહી છે. એક આશ્ચર્ય ચકિત કરતી બોલી Birkenstocks નાં સેન્ડલ માટે લાગી છે. આ સેન્ડલની ખાસ વાત એ છે કે સ્ટીવ જોબ્સ અને ગેરેજમાં પહેરતા હતા. જેણે એપલની સ્થાપના કરી.

સ્ટીવ જોબ્સના આ બિર્કેનસ્ટોક્સ સેન્ડલ માટે $218,700 (આશરે રૂ. 1.7 કરોડ)ની બોલી લગાવવામાં આવી હતી. બ્રાઉન કલરના આ સેન્ડલની બોલીએ સૌના હોશ ઉડાવી દીધા. હરાજી પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સ્ટીવ જોબ્સના આ સેન્ડલ લગભગ 80 હજાર ડોલરમાં ખરીદી શકાય છે. તેમના આ સેન્ડલ ખૂબ જ લોકપ્રિય હતા. Appleના ભૂતપૂર્વ CEO જોબ્સને 70 અને 80ના દાયકાના ફોટામાં આ ફૂટવેર પહેરેલા જોઈ શકાય છે.

ચૂંટણી કંપનીએ આ સેન્ડલ ખરીદનાર વ્યક્તિ વિશે કોઈ જાણકારી આપી નથી

પરંતુ હરાજીમાં એ હજુ સુધી ખબર નથી પડી કે આ સેન્ડલ કોણે ખરીદ્યા. ત્યારે હાલમાં કંપનીએ આ સેન્ડલ ખરીદનાર વ્યક્તિ વિશે કોઈ જાણકારી આપી નથી. Birkenstocks વિશે વાત કરતા, સ્ટીવ જોબ્સની પુત્રી Crisann Brennan એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ સેન્ડલ તેની સરળ બાજુનો ભાગ છે. આ તેમનો યુનિફોર્મ હતો. વર્ષ 2018માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે યુનિફોર્મની ખાસ વાત એ છે કે તમારે સવારે શું પહેરવું છે તેની ચિંતા કરવાની જરૂર નથી. આ પહેલીવાર નથી જ્યારે તેમનો સામાન વેચાઈ રહ્યો હોય.

Apple-1 Prototype ની પણ કરોડોમાં બોલી લાગતી હતી
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ Apple-1 Prototype ની વેચાણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બિડિંગ દરમિયાન તેની કિંમત કરોડોમાં હતી. Apple-1 Prototype ની બિડ આટલી ઊંચી હોવાનું એક ખાસ કારણ છે. તેનો ઉપયોગ Steve jobs કર્યો હતો.

Apple-1 પ્રોટોટાઇપ $677,196 (લગભગ રૂ. 5.5 કરોડ)માં વેચવામાં આવી છે. આ પ્રોટોટાઇપનો ઉપયોગ સ્ટીવ જોબ્સ દ્વારા 1976માં કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂમાં બાઈટ શોપના માલિક પૌલ ટેરેલને Computer ની વિશેષતા દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. તે વિશ્વના પ્રથમ વ્યક્તિગત કમ્પ્યુટર સ્ટોર્સમાંનું એક હતું. જો કે તેના ખરીદનાર વિશે માહિતી આપવામાં આવી નથી.