રૂા. 3500નો દંડ ફટકારતી દબાણ હટાવ શાખા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી ફૂટપાથ પર રહેલા દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે જેમાં રાજકોટ શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા પાંચ ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ રૂા. 3,500નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જેમ કે જાહેર માર્ગ પર નડતરરૂપ ટી સ્ટોલ અને અન્ય પરચુરણ ચીજવસ્તુ ચાર જે યાજ્ઞિક રોડ, કેનાલ રોડ, ઢેબર રોડ પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતો અને એક (ઠાકરધણી ટી સ્ટોલ) જે યાજ્ઞિક રોડ પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ વહિવટી ચાર્જ રૂા. 3,500 ટાગોર રોડ અને ગાયત્રીનગર મેઈન રોડ પરથી વસુલ કરવામા આવ્યો હતો.