રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ સફેદ વાઘણે બે વાઘ બાળને જન્મ આપ્યો હતો. હવે આવા જ વધુ એક સમાચારમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઇમુ પક્ષીએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો અને અત્યારે આ ત્રણેય બચ્ચાં ત્રણ માસની ઉંમરના થઇ ગયેલા છે.
ઇમુનું સરેરાશ આયુષ્ય 30થી 35 વર્ષ જેટલું
ઇમુ 5ક્ષી વિશ્ર્વનું બીજા નંબરનુ સૌથી મોટુ ઉડી ન શકતુ 5ક્ષી છે. પ્રથમ નંબરે સૌથી મોટું ઉડી ન શકતું 5ક્ષી શાહમૃગ છે. ઇમુ 5ક્ષી ભારતના કોઇ 5ણ ભાગમાં જોવા મળતુ નથી. તેનું કુદરતી રહેઠાણ ઓસ્ટ્રેલીયા, ન્યુ હોલેન્ડ તથા ન્યુ જીનીયાના ખુલ્લા મેદાનો ધરાવતાં જંગલો, સવાનાના મેદાનો અને સૂકા વિસ્તારોમાં જોવા મળે છે. આ 5ક્ષી મિશ્રાહારી હોય, કુણા ઝાડ-પાન, જીવજંતુ, તીડ, ખડમાંકડ, ઇયળો, કિટકો તેમજ જમીન 5રના અન્ય નાના જીવજંતુઓ ખાય છે. આ 5ક્ષીની સામાન્ય ઉંચાઇ 05થી 06 ફુટ જેટલી હોય, તે 48 કિ.મી. કલાકની ઝડપે દોડી શકે છે. તેનો સરેરાશ વજન 30થી પપ કિ.ગ્રા. અને આયુષ્ય 30થી 35 વર્ષ જેટલું હોય છે.