By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    1 day ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    1 day ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    2 days ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    3 days ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં વધતા પ્રદૂષણનું કારણ માત્ર પરાળી નહીં, ધનિકોની ગાડીઓ પણ જવાબદારઃ સુપ્રીમ
    3 seconds ago
    ખેડૂતો વિફર્યા પૂણે-બેંગલુરુ હાઈવૅ પર 120 કિ.મી. સુધી ચક્કાજામ
    5 minutes ago
    ત્રણ દેશમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત
    25 minutes ago
    બેંગલુરુમાં કેબ ડ્રાઈવર બન્યો હેવાન : પત્ની સહિત 7 સાસરિયાની હત્યા
    29 minutes ago
    રાજસ્થાન- નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ, 2 લોકો ભડથું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    6 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    24 hours ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    6 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધનતેરસે 204 કરોડના વિકાસકામો મંજૂરઃ લાભ પાંચમથી 170 કરોડના ખર્ચે નવા રોડ બનશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ધનતેરસે 204 કરોડના વિકાસકામો મંજૂરઃ લાભ પાંચમથી 170 કરોડના ખર્ચે નવા રોડ બનશે
ગુજરાતરાજકોટ

ધનતેરસે 204 કરોડના વિકાસકામો મંજૂરઃ લાભ પાંચમથી 170 કરોડના ખર્ચે નવા રોડ બનશે

Khaskhabar Editor
Last updated: 2026/11/06 at 2:27 PM
Khaskhabar Editor 3 minutes ago
Share
5 Min Read
SHARE

લાભ પાંચમથી રાજકોટના રસ્તાઓ થશે ચકાચક: 170 કરોડના ખર્ચે 136 કિ.મી.ના નવા ડામર રોડ બનશે

7.52 કરોડના સફાઈ વાહનની અને ગંજીવાડામાં બાથરૂમના કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં નામંજૂર

- Advertisement -

સ્માર્ટ સિટીમાં ફાયર સ્ટેશન બનાવવા તથા સફાઈ કામદારોને તબીબી સહાય ચૂકવવા સહિતની કુલ 15 દરખાસ્ત પેન્ડિંગ

તિરંગા યાત્રાનો 1.85 અને દિવાળી ઉત્સવ માટે 35 લાખનો ખર્ચ મંજૂર

ધનતેરસના પાવન પર્વે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મળેલી આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે રજૂ થયેલી ૪૪ દરખાસ્તો પૈકી ૨૯ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, જેના અંતર્ગત કુલ ૨૦૪.૭૯ કરોડના વિકાસકામો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ એટલે કે લાભ પાંચમથી શહેરના ત્રણેય ઝોનમાં ૧૭૦.૮૦ કરોડના ખર્ચે ૩૬ કિ.મી. લંબાઈના ડામર રોડ, પેવર અને પેચવર્કના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવાનો લેવાયો છે. આ બેઠકમાં ૨ દરખાસ્તો નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે કર્મચારીઓની તબીબી સહાય અને ફાયર સ્ટેશન સહિતની ૧૩ દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે.ચોમાસા બાદ શહેરના બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણ માટે મેયરશ્રીની રજૂઆત અન્વયે તમામ વોર્ડમાં ડામર રોડ, પેવર અને પેચ કામ હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણેય ઝોનમાં ₹૧૭૦.૮૦ કરોડના ખર્ચે કુલ ૧૨૭.૧૪ કિ.મી.ના રસ્તાઓ તૈયાર કરવામાં આવશે. જેમાં સૌથી વધુ ઇસ્ટ ઝોનમાં ₹૭૮.૧૮ કરોડના ખર્ચે ૫૬.૪૭ કિ.મી. લંબાઈના રસ્તાઓનું કામ હાથ ધરાશે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ₹૫૫.૪૩ કરોડના ખર્ચે ૫૪.૮૭ કિ.મી. તથા વેસ્ટ ઝોનમાં ₹૩૭.૧૯ કરોડના ખર્ચે ૧૫.૮૦ કિ.મી. લંબાઈના ડામર રોડ તૈયાર થશે. આ તમામ કામગીરી લાભ પાંચમથી તબક્કાવાર શરૂ કરી દેવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા અન્ય મુખ્ય કામોમાં વોર્ડ નં. ૧૮માં કોઠારીયા મેઇન રોડ પર રણુંજા મંદિર પાસે ₹૧૭.૫૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા તેમજ વોર્ડ નં. ૪માં ઓમ પાર્ક મેઈન રોડ પર ₹૨.૮૩ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય માર્ગોની રાત્રિ સફાઈ માટે ૧૨ મિકેનિકલ સ્વીપિંગ મશીનના ૩ વર્ષના ઓ. એન્ડ એમ. માટે ₹૧૧.૦૦ કરોડનો રેટ કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. સાથે સાથે શહેરમાં સફાઈ કામગીરી સાથે જોડાયેલા સખીમંડળો અને મિત્રમંડળોના સભ્યોની દૈનિક ગ્રાન્ટ ૧૮૦થી વધારીને પ્રતિ દિન ૨૫૦ કરવામાં આવી છે. અન્ય કામોમાં સેન્ટ્રલ અને ગાર્ડન લાઇટિંગ માટે ૫.૭૨ કરોડ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોના નિભાવ માટે ₹૧.૭૬ કરોડ અને મનપાના વિવિધ બિલ્ડીંગોના એસી/વોટર કૂલર માટે ૯૬.૭૬ લાખના રેટ કોન્ટ્રાક્ટ મંજૂર કરાયા છે. તેમજ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની વાર્ષિક આર્થિક સહાય ૧૦ લાખથી વધારી ૧૫ લાખ કરવામાં આવી છે અને ગુરૂ ગોવિંદસિંહ હોલ ટોકન દરે ફાળવાયો છે.બીજી તરફ, કમિટી દ્વારા ૨ મહત્વની દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી હતી. જેમાં ૧૫મા નાણાપંચ હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ₹૭.૫૨ કરોડથી વધુના ખર્ચે ૩ ટ્રક માઉન્ટેડ મિસ્ટ કેનન વાહનોની ખરીદી અને તેના ૫ વર્ષના ઓ. એન્ડ એમ.ની દરખાસ્ત (દરખાસ્ત નં. ૫) તથા વોર્ડ નં. ૧૫માં ગંજીવાડા પીટીસી રોડ પર માઠા પ્રસંગ માટે ₹૧૭.૮૪ લાખના ખર્ચે બાથરૂમ બનાવવાના કોન્ટ્રાક્ટની દરખાસ્ત (દરખાસ્ત નં. ૨૮) ફગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. ૧માં સ્માર્ટ સિટી ટી.પી. સ્કીમ નં. ૩૨ (રૈયા) ખાતે ₹૧૭.૧૨ કરોડના ખર્ચે બનનારા આધુનિક ફાયર સ્ટેશનની દરખાસ્ત (દરખાસ્ત નં. ૪) તેમજ વિવિધ શાખાના કર્મચારીઓની આર્થિક તબીબી સહાય અંગેની ૧૨ દરખાસ્તો (દરખાસ્ત નં. ૭થી ૧૬, ૨૯ અને ૩૪) મળીને કુલ ૧૩ દરખાસ્તો નિર્ણય વિના પેન્ડિંગ રાખવામાં આવી છે.

- Advertisement -

 

20.33 કરોડના ખર્ચે રણુંજા મંદિર અને ઓમ પાર્ક રોડ પર નવા બ્રિજ બનશે

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. વોર્ડ નં. ૧૮માં કોઠારીયા મેઇન રોડ પર રણુંજા મંદિર પાસે ૧૭.૫૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવા તેમજ વોર્ડ નં. ૪માં ઓમ પાર્ક મેઈન રોડ પર ₹૨.૮૩ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે.

 

રાત્રિ સફાઈ માટે 12 મિકેનિકલ સ્વીપિંગ મશીનના 11 કરોડનો રેટ કોન્ટ્રાક્ટ મંજૂર

સખીમંડળો અને મિત્રમંડળોના સભ્યોની દૈનિક ગ્રાન્ટ ૧૮૦થી વધારીને પ્રતિ દિન ૨૫૦ કરાઈ

મનપા હસ્તકના વાહનો માટે ટેન્ડર અંદાજ કરતાં ૨૦% ઓછા ભાવે ટાયર-ટ્યુબ-ફ્લેપ ખરીદાશે

વોર્ડ નં. ૦૩માં ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે ૪૬ લાખનો કોન્ટ્રાક્ટ મંજૂર

વોર્ડ નં-૧૬માં 24 લાખના ખર્ચે નવી આંગણવાડી બનશે

વોટર મેનેજમેન્ટના ઉપયોગ માટે 13 લાખના ખર્ચે એક નવી ગાડી ખરીદાશે

વોર્ડ નં-15માં  84 લાખના ખર્ચે ટોઈલેટ બ્લોક બનશે

રામવન પાસે 20 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનશે

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને અપાતી સહાય 10 લાખથી વધારી 15 લાખ કરાઈ

 

You Might Also Like

રાજકોટની તરસ છીપાવવા મા નર્મદાના વધામણાંઃ ‘સૌની યોજના’ થકી આજી- ન્યારીમાં નીરનું આગમન

કાલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: કોઠારીયા રોડ રણુજા મંદિર અને ઓમ પાર્ક મેઈન રોડ પર નવા બ્રિજ બનશે

રાજકોટની બજારોમાં દિવાળીની રોનક : ખરીદી માટે રોજ એક લાખથી વધુ લોકોની ભીડ

ગુજરાત સરકારનું વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર

રાજકોટઃ ખાનગી શાળાઓ દ્વારા દિવાળી વેકેશનના ભંગ સામે કૉંગ્રેસની લાલઆંખ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખેડૂતો વિફર્યા પૂણે-બેંગલુરુ હાઈવૅ પર 120 કિ.મી. સુધી ચક્કાજામ
Next Article દિલ્હીમાં વધતા પ્રદૂષણનું કારણ માત્ર પરાળી નહીં, ધનિકોની ગાડીઓ પણ જવાબદારઃ સુપ્રીમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં વધતા પ્રદૂષણનું કારણ માત્ર પરાળી નહીં, ધનિકોની ગાડીઓ પણ જવાબદારઃ સુપ્રીમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 seconds ago
ખેડૂતો વિફર્યા પૂણે-બેંગલુરુ હાઈવૅ પર 120 કિ.મી. સુધી ચક્કાજામ
શેરબજારમાં ધનતેરસ : સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટના ઉછાળો
ત્રણ દેશમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત
બેંગલુરુમાં કેબ ડ્રાઈવર બન્યો હેવાન : પત્ની સહિત 7 સાસરિયાની હત્યા
‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટની તરસ છીપાવવા મા નર્મદાના વધામણાંઃ ‘સૌની યોજના’ થકી આજી- ન્યારીમાં નીરનું આગમન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

કાલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: કોઠારીયા રોડ રણુજા મંદિર અને ઓમ પાર્ક મેઈન રોડ પર નવા બ્રિજ બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટની બજારોમાં દિવાળીની રોનક : ખરીદી માટે રોજ એક લાખથી વધુ લોકોની ભીડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?