નવું ‘આધાર સેવા કેન્દ્ર’ કાર્યરત થતા આધાર કાર્ડ અપડેટ, નવી નોંધણી સહિતની સેવાઓ નાગરિકોને સુગમતાથી મળશે
- Advertisement -
નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુથી મામલતદાર કચેરી, રાજકોટ શહેર પશ્ચિમ ખાતે ‘આધાર સેવા કેન્દ્ર’નો ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ લોકાર્પણ અવસરે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે વિશેષ ઉપસ્થિત રહી કેન્દ્રને નાગરિકો માટે ખુલ્લું મૂક્યું હતું.આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર અતુલ સિંહ, મામલતદાર એન.પી.પંડ્યા તથા મામલતદાર કચેરી, રાજકોટ શહેર પશ્ચિમના અન્ય અધિકારીશ્રીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ નવું આધાર સેવા કેન્દ્ર શરૂ થવાથી નાગરિકોને આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર તથા બાયોમેટ્રિક અપડેટ કરવા તેમજ બાળકોના નવા આધાર કાર્ડની નોંધણી સહિતની સેવાઓ મેળવવામાં સુગમતા રહેશે.




