મુંબઈની પ્રખ્યાત ડેરીની પ્રોડક્ટ્સ હવે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર ધૂમ મચાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘બમ્બૈયવાલા । કંપની’ રેસ્ટોરન્ટ હવે માત્ર મલ્ટી-કુઝીન ફૂડ હબ જ નહીં, પરંતુ મુંબઈની પ્રતિષ્ઠિત ‘પારસી ડેરી ફાર્મ’ના સ્વાદ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 110 વર્ષ જૂની મુંબઈની આ જાણીતી ડેરી હવે પોતાની વિશિષ્ટ પ્રોડક્ટ્સ સાથે રાજકોટમાં પ્રવેશી છે, ‘પારસી ડેરી ફાર્મ’ મુંબઈની એવી પ્રતિષ્ઠિત ડેરી છે જ્યાંથી રોજ 15 હજાર લિટર દૂધનું સપ્લાય કરવામાં આવે છે. હવે રાજકોટના લોકો પણ આ બ્રાન્ડના ઓરિજિનલ ટેસ્ટનો આનંદ માણી શકશે. તમામ ડેરી પ્રોડક્ટ્સ આર્ટિફિશિયલ કલર અથવા એસેન્સ ઉમેર્યા વિના તૈયાર કરવામાં આવે છે. જેમાં ઘી, માખણ, ચા મસાલો, દૂધ મસાલો, ટોફી, ગુલ્ફી અને શિખંડ, મિલ્ક આધારિત ડેઝર્ટ્સ, ખાસ પારસી સ્ટાઇલ ડેરી પ્રોડક્ટનો સમાવેશ થાય છે. મુંબઇનો ઓરિજિનલ સ્વાદ અને પરંપરાગત ડેરી પ્રોડક્ટ્સનો અનુભવ હવે રાજકોટના લોકોને પોતાના શહેરમાં જ મળશે, જેથી આ સ્થળ શહેરના નવા ફૂડ હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યું છે.
મુંબઈની 157 વર્ષ જૂની ‘પાલનજી સોડા’નાં અનેક ફલેવર્સ મળશે
રાજકોટના ફૂડ કલ્ચરમાં હવે વધુ એક મુંબઈયા સ્વાદનો ઉમેરો થવા જઈ રહ્યો છે. મુંબઈમાં 157 વર્ષ જૂની ‘પાલનજી સોડા’ બ્રાન્ડ હવે રાજકોટમાં પણ લોકો માટે ઉપલબ્ધ બનવા જઈ રહી છે. મુંબઈના સ્ટ્રીટ ફૂડ અને રિફ્રેશમેન્ટ કલ્ચરમાં વિશેષ સ્થાન ધરાવતી આ સોડા બ્રાન્ડ હાલમાં ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. ‘પાલનજી સોડા’ તેની પરંપરાગત ટેસ્ટ, અનોખા ફ્લેવર્સ અને જૂની વારસાગત ઓળખ માટે જાણીતી છે. હવે રાજકોટના લોકો પણ આ ઐતિહાસિક ટેસ્ટનો અનુભવ કરી શકશે. યુવાનો અને સ્ટ્રીટ ફૂડ પ્રેમીઓમાં આ બ્રાન્ડનો ક્રેઝ સતત વધી રહ્યો છે. પરંપરાગત સોડા ફ્લેવર્સ, ફ્રૂટ આધારિત ડ્રિંક્સ અને મુંબઈ સ્ટાઇલ રિફ્રેશમેન્ટ આઇટમ્સ ગ્રાહકો માટે ખાસ આકર્ષણ બની રહેશે.



