મુંબઈનો ઓરિજિનલ ટેસ્ટ, પારસી હેરિટેજ ઇન્ટિરિયર અને આધુનિક ફૂડ કલ્ચર
5 મેના રોજ આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન શહેર ભાજપના અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, ભાજપ અગ્રણી દેવાંગભાઇ માકડ, ‘ખાસ-ખબર’ ન્યૂઝના એમડી પરેશભાઇ ડોડીયા અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના હસ્તે કરાયું.
- Advertisement -
રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં ‘ઢોસા હબ’, ‘બોલે તો મુંબઈ’, ‘ફ્રેન્કી બાય ચારકોલ્સ’, ‘સ્પાઇસ ઓન વોક’, ‘ધ ફ્યુઝન ઢાબા’ અને ‘પારસી ડેરી ફાર્મ’ 6 લોકપ્રિય ફૂડ બ્રાન્ડ એક જ સ્થળે મળી રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક ખાતે સ્વાદપ્રિય લોકો માટે નવી ફૂડ ડેસ્ટિનેશન તરીકે ‘બમ્બૈયવાલા । કંપની’ની 5 મેના રોજ શરૂઆત થઇ છે. આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન શહેર ભાજપના અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, ભાજપ અગ્રણી દેવાંગભાઇ માકડ, ખાસ ખબર ન્યૂઝના એમડી પરેશભાઇ ડોડીયા અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તકે રાજુભાઇ કિકાણી અને વિશાલભાઇ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ‘ઢોસા હબ’ અને ‘બોલે તો મુંબઈ’ બ્રાન્ડ હવે અપગ્રેડ સ્વરૂપે એક જ છત નીચે ઉપલબ્ધ બની છે. ગ્રાહકો તરફથી સતત નવી વાનગીઓ અને વધુ વિવિધતા લાવવાની માંગ ઉઠતી હતી. જેને ધ્યાનમાં રાખીને હવે તમામ લોકપ્રિય બ્રાન્ડને એક જ સ્થળે લાવવામાં આવી છે. આ નવા ફૂડ હબમાં ‘ઢોસા હબ’, ‘બોલે તો મુંબઈ’, ‘ફ્રેન્કી બાય ચારકોલ્સ’, ‘સ્પાઇસ ઓન વોક’, ‘ધ ફ્યુઝન ઢાબા’ અને ‘પારસી ડેરી ફાર્મ’ જેવી કુલ 6 અલગ-અલગ ફૂડ બ્રાન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
સૌરાષ્ટ્રનું પ્રથમ પારસી સ્ટાઇલ ઇન્ટીરિયર એક માત્ર ‘બમ્બૈયવાલા । કંપની’માં
જૂના મુંબઈની સંસ્કૃતિ અને પારંપરિક ડિઝાઇનથી સજ્જ રેસ્ટોરન્ટ, ફૂડ લવર્સ ફૂડ સાથે અનોખી રેટ્રો થીમનો અનુભવ કરશે
‘બમ્બૈયવાલા કંપની’ માત્ર ફૂડ ડેસ્ટિનેશન તરીકે જ નહીં, પરંતુ પોતાના અનોખા પારસી કેફે સ્ટાઇલ ઇન્ટીરિયર માટે પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાં સૌપ્રથમ વખત કોઈ રેસ્ટોરન્ટમાં રેટ્રો મુંબઈના પારસી ઇન્ટીરિયરનો અનુભવ ગ્રાહકોને કરાવવામાં આવી રહ્યો છે. આધુનિક યુગમાં લોકો ફરીથી જૂની અને પારંપરિક વસ્તુઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. વિન્ટેજ અને હેરિટેજ થીમ આધારિત ડિઝાઇન આજના સમયમાં નવી ટ્રેન્ડ તરીકે ઉભરી રહી છે. આ જ વિચારને ધ્યાનમાં રાખીને ‘બમ્બૈયવાલા । કંપની’નું ઇન્ટીરિયર ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી ગ્રાહકોને જૂના મુંબઈની ગલીઓ, કેફે સંસ્કૃતિ અને પારસી હેરિટેજનો અનુભવ થઈ શકે.
રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલી સજાવટ, ફર્નિચર, લાઇટિંગ અને ડેકોરેશનને રેટ્રો લુક આપવામાં આવ્યો છે. ખાસ કરીને ફોટોગ્રાફી માટે આ ઇન્ટીરિયર યુવાનોમાં વિશેષ આકર્ષણ ઉભું કરી રહ્યું છે. મુંબઈની પારસી કેફે સંસ્કૃતિ અને હેરિટેજને રાજકોટ સુધી પહોંચાડવાનો આ એક અનોખો પ્રયાસ છે. આમ ‘બમ્બૈયવાલા । કંપની’ હવે નવી પસંદગી બની રહી છે. રેટ્રો મુંબઈની થીમ અને પારસી સ્ટાઇલ ઇન્ટીરિયર રાજકોટના ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરી રહ્યો છે.
રાજકોટનાં લોકો હંમેશા નવા ટેસ્ટ અને અનોખા ફૂડ ક્ધસેપ્ટને આવકારે છે: વિશાલ શાહ
બૅન્કની નોકરી છોડી વિશાલભાઈ શાહે ઢોસા હબ, બોલે તો મુંબઇ અને હવે ‘બમ્બૈયવાલા । કંપની’ની સફળ બ્રાન્ડ ઊભી કરી
રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ‘બમ્બૈયવાલા । કંપની’ પાછળની સફળતા પણ એટલી જ પ્રેરણાદાયક છે. આ બ્રાન્ડના માલિક વિશાલભાઈ શાહે ફાઇનાન્સમાં ખઇઅ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2012માં બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. વિશાલભાઈને બાળપણથી જ સ્વાદિષ્ટ વાનગીઓ અને ફૂડ ઇન્ડસ્ટ્રી પ્રત્યે વિશેષ લગાવ હતો. બેંકમાં નોકરીની સાથે જ તેમણે નાના ફૂડ સ્ટોલમાં કામ કરીને ફૂડ બિઝનેસને નજીકથી સમજવાનો પ્રયાસ શરૂ કર્યો. ધીમે ધીમે ફૂડલાઇન પ્રત્યેનો રસ અને જુસ્સો એટલો વધ્યો કે અંતે તેમણે સુરક્ષિત ગણાતી બેંકની નોકરી છોડીને પોતાના સપનાને સાકાર કરવાનો નિર્ણય લીધો. વર્ષ 2018માં વિશાલભાઈએ મોરબીમાં ‘ઢોસા હબ’ નામથી અવધ ફૂડ મોલ લજાઇમાં પ્રથમ સ્ટોરની શરૂઆત કરી હતી. શરૂઆતમાં અનુભવ મર્યાદિત હતો, પરંતુ ઉત્સાહ અને મહેનતના બળે તેમણે ઝડપથી પોતાની અલગ ઓળખ ઉભી કરી. માત્ર છ વર્ષના સમયગાળામાં ‘ઢોસા હબ’ બ્રાન્ડે સમગ્ર ગુજરાતમાં 25 જેટલી ફ્રેન્ચાઇઝી ઉભી કરી દીધી. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને પંજાબ સહિત અન્ય રાજ્યોમાં પણ બ્રાન્ડનો વિસ્તાર થયો અને આજે દેશમાં 30થી વધુ સ્થળોએ ‘ઢોસા હબ’ ફૂડમોલ કાર્યરત છે. વિશાલભાઈ શાહે જણાવ્યું હતું કે તેમની આ સફરમાં મોરબીના લજાઈ ખાતે આવેલા ‘ઓનેસ્ટ અવધ ફૂડ મોલ’ના માલિકનો વિશેષ સહયોગ મળ્યો હતો. પોતાના સફળતાના પાયામાં તેમનો મોટો ફાળો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. ફૂડ બિઝનેસમાં સતત નવા પ્રયોગો કરનાર વિશાલભાઈ હાલમાં ફૂડમોલ અને પ્રીમિયમ રેસ્ટોરન્ટ્સનું સંચાલન કરવાની સાથે રેસ્ટોરન્ટ ક્ધસલ્ટિંગ ક્ષેત્રમાં પણ કાર્યરત છે. ‘બમ્બૈયવાલા । કંપની’ દ્વારા તેઓ હવે રાજકોટમાં મુંબઈના ઓરિજિનલ ટેસ્ટ, પારસી હેરિટેજ અને આધુનિક ફૂડ કલ્ચરનો અનોખો સમન્વય રજૂ કરી રહ્યા છે. યુવાનો માટે વિશાલભાઈ શાહની સફર એ સંદેશ આપે છે કે જોખમ લેવા માટેનો આત્મવિશ્ર્વાસ, સતત મહેનત અને પોતાના શોખને વ્યવસાયમાં ફેરવવાની હિંમત હોય તો સફળતા પ્રાપ્ત કરી શકાય છે.



