-હરિયાણા, પંજાબ, યુપીના છાત્રો પણ પ્રવેશથી વંચિત રહેશે
ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોઈ રહેલા હરિયાણા, પંજાબ, યુપી અને ગુજરાતના છાત્રો હવે ત્યાંની પાંચ યુનિવર્સિટીઓમાં પ્રવેશ નહીં મેળવી શકે. બોગસ આવેદનોમાં વધારા વચ્ચે ઓસ્ટ્રેલિયાની કમ સે કમ પાંચ યુનિવર્સિટીઓએ ભારતના કેટલાક રાજયોના છાત્રોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે.
- Advertisement -
ઓસ્ટ્રેલિયન મીડીયાના અનુસાર વિકટોરીયા યુનિવર્સિટી, એડીથ કોવાન યુનિવર્સિટી, વોલોંગોંગ યુનિવર્સિટી, ટોરેંસ યુનિવર્સિટી અને સાઉથ ક્રોસ યુનિવર્સિટીએ ભારતીય છાત્રોના આવેદનો પર પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી છે. આ ઘટનાક્રમ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીસના ભારત પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીઓ તેમજ કોલેજોની સાથે એક નવી સમજુતીની જાહેર કરાયા બાદ થઈ છે. ઓસ્ટ્રેલિયા આ વર્ષે ભારતીય છાત્રોની સંખ્યા વર્ષ 2019ના 75 હજારના સર્વાધિક આંકડાને પાર કરી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે કહેવામાં આવ્યું હતું કે છાત્રોની સંખ્યામાં હાલની વૃદ્ધિથી ઓસ્ટ્રેલિયાની ઈમીગ્રેશન સીસ્ટમ અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર સંભવિત દીર્ઘકાલીન અસરને લઈને સાંસદો અને શિક્ષણ ક્ષેત્રના લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. શિક્ષણવિદોનું કહેવું છે કે છાત્રોની સંખ્યામાં ઘણી વૃદ્ધિ થશે પણ તેની સાથે જ બોગસ છાત્રોની સંખ્યા પણ વધી છે, જેનો નિકાલ કરવા હવે ઓસ્ટ્રેલિયા પ્રતિબંધ લગાવી રહ્યું છે.
દુનિયાના કેટલાક દેશો ભારતીય છાત્રોને મફતમાં આપે છે શિક્ષણ
દુનિયામાં એવા ઘણા દેશો છે જે ભારતીય છાત્રોને મફતમાં શિક્ષણ આપે છે. જેમાં કોઈ ફી નથી લેવાની. શિક્ષણ ઉપરાંત હોસ્ટેલ, શિષ્યવૃતિ વગેરે ખર્ચ જે-તે દેશની સરકાર ઉપાડે છે, માત્ર ટ્યુશનની ફી લેવાય છે. આવો દેશ છે ફિનલેન્ડ. સ્વીડનમાં અનેક યુનિવર્સિટીઓમાં ભારતીય છાત્રોને મફતમાં પીએચડી કરાવાય છે. જર્મનીની 16 યુનિવર્સિટીઓમાં નજીવી ફી છે. નોર્વેમાં સાવ મફત શિક્ષણ અપાય છે. જો કે તેના માટે તમને તેની ભાષા આવડવી જરૂરી છે.
- Advertisement -