By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    2 days ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    3 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    4 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    4 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    2 days ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    2 days ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    3 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    3 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor
Last updated: 2026/05/26 at 4:20 PM
Khaskhabar Editor 5 months ago
Share
4 Min Read
SHARE

અગ્નિથી અમૃત તરફ.. નવતપાનું વિજ્ઞાન અને જીવનદર્શન!

તાપ, તપ અને તૃપ્તિ: નવતપાની પ્રચંડ ગરમી એ પૃથ્વીના આગામી શૃંગારની પૂર્વ તૈયારી

- Advertisement -

નવતપામાં જેટલી ગરમી, તેટલો સારો વરસાદ

નવતપા શબ્દનો સીધો અર્થ થાય છે ‘નવ દિવસનું તપ’. ‘નવ’ એટલે નવ અને ‘તપ’ એટલે તપસ્યા, દહન અથવા પ્રખર ગરમી. હિંદુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય દેવ વૃષભ રાશિમાં આવેલા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે શરૂ થતા શરૂઆતના નવ દિવસોને નવતપા કહેવામાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે જ્યેષ્ઠ (જેઠ) મહિનામાં આવે છે અને પરંપરાગત માન્યતા મુજબ તેને વર્ષના સૌથી ગરમ દિવસો ગણવામાં આવે છે. ભારતમાં આજે પણ એક કહેવત ઘણી લોકપ્રિય છે કે ‘નવતપામાં જેટલી ગરમી, તેટલો સારો વરસાદ.’

સૂર્ય નારાયણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે ભારતીય ઉપખંડમાં જેઠ મહિનાના એવા નવ દિવસો શરૂ થાય છે જેને આપણે ‘નવતપા’ તરીકે ઓળખીએ છીએ. આ દિવસો દરમિયાન આકાશમાંથી જાણે અગ્નિ વરસતી હોય તેવી અસહ્ય ગરમી પડે છે પરંતુ આ માત્ર હવામાનની એક સામાન્ય ઘટના નથી. નવતપા એ વિજ્ઞાન, સનાતન પરંપરા અને આધ્યાત્મિક ફિલોસોફીનો એક સુંદર ત્રિવેણી સંગમ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો નવતપા એ આગામી ચોમાસાની પૂર્વતૈયારી છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો પૃથ્વી પર એકદમ સીધા પડતા હોવાથી જમીન અતિશય ગરમ થાય છે. આ અતિશય ગરમીને કારણે પૃથ્વીની સપાટી પરની હવા ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને જમીની ભાગ પર હવાનું ભારે દબાણ ઘટીને ‘લો-પ્રેશર’ ઝોન ઊભો થાય છે. વિજ્ઞાનના નિયમ મુજબ આ શૂન્યાવકાશને ભરવા માટે હિંદ મહાસાગર તરફથી ભેજવાળા અને ઠંડા નૈઋત્યના મોસમી પવનો ભારતીય ઉપખંડ તરફ ખેંચાઈ આવે છે. આમ, નવતપામાં જેટલી વધારે ગરમી પડે છે એટલું જ મજબૂત લો-પ્રેશર બને છે અને તેના પરિણામે ચોમાસામાં એટલો જ સારો વરસાદ થાય છે. જો આ દિવસોમાં પૂરતો તાપ ન પડે તો વરસાદની આખી સિસ્ટમ નબળી પડી જાય છે.
બીજી તરફ સનાતન જ્યોતિષ શાસ્ત્રમાં પણ નવતપાની ગણતરી બહુ સચોટ રીતે કરવામાં આવી છે. જ્યોતિષીય માન્યતા અનુસાર રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે, જે શીતળતા અને જળનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ઉર્જા અને અગ્નિનો કારક સૂર્ય આ શીતળ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તે રોહિણીની તમામ શીતળતાને શોષી લે છે જેને કારણે પૃથ્વી પર પ્રચંડ તાપ અનુભવાય છે. પૌરાણિક સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે આ નવ દિવસો દરમિયાન પૃથ્વી જાણે ગર્ભધારણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હોય તેમ તપે છે અને આ તપનો અંત ચોમાસાના રૂપમાં પૃથ્વીના લીલાછમ નવસર્જન સાથે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ એક ગહન ફિલોસોફીકલ ચિંતન પણ છુપાયેલું છે કે તપ વિના સર્જન ક્યારેય શક્ય નથી. નવતપા એ કોઈ વિનાશની ગરમી નથી, પરંતુ તે પ્રકૃતિના આગામી ઉત્સવની પ્રક્રિયા છે. જેમ સોનું અગ્નિમાં ઓગળ્યા પછી જ શુદ્ધ અને તેજસ્વી બને છે તેમ પ્રકૃતિ અને મનુષ્યજીવન પણ કષ્ટ તેમજ તપમાંથી પસાર થયા પછી જ ખીલી ઉઠે છે.
નવતપાની અસહ્ય ગરમી અને બફારા વચ્ચે પણ જગતનો તાત ખેડૂત ખુશ થાય કારણ કે તેને ખબર છે કે આ આકરી કસોટી પાછળ મધુર વરસાદ આવી રહ્યો છે. જીવનમાં જ્યારે દુ:ખ કે સંઘર્ષનો નવતપા ચાલતો હોય, ત્યારે નિરાશ થવાને બદલે એ યાદ રાખવું જોઈએ કે આ ગરમી ભવિષ્યના સુખના ચોમાસાની જ પૂર્વતૈયારી છે. બ્રહ્માંડ હંમેશા સંતુલનના નિયમ પર કામ કરે છે, જ્યાં અતિશય ગરમી પછી જ અતિશય ઠંડક આપતો વરસાદ સંભવી શકે છે. સુખની સાચી કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે આપણે દુ:ખના તાપમાં શેકાયા હોઈએ. આમ, નવતપા આપણને ગરમીથી અકળાયા વગર પ્રકૃતિના આ સનાતન ચક્રને સહર્ષ સ્વીકારીને આવનારા વરસાદી નવસર્જનનું આશાભર્યા હૈયે સ્વાગત કરવાની પ્રેરણા આપે છે.

- Advertisement -

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્કૂલમાં તાળાં મારવાની તૈયારી?
Next Article ગુજરાત રાજ્યમાં દર હજારે 19 નવજાતના મોત, પાંચ વર્ષમાં 70 હજાર શિશુએ ગુમાવ્યો જીવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?