આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીને કોર્ટે દોષિત છે.
ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે.MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.96 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે, તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે.આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો.
- Advertisement -
ચૈતર વસાવા સામે અગાઉ નોંધાયેલા ગુનાઓ
- વર્ષ 2014: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 147, 148, 149, 323, 354(A), 504, 503 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 35 અંતર્ગત ગુનો
- વર્ષ 2018: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 115, 116, 120(B), 147, 148, 149, 395, 427, 450 અંતર્ગત ગુનો
- વર્ષ 2017: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 143, 147, 149, 332, 341, 504, 506(2), ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો
- વર્ષ 2019: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 354(A), (1), (4), 506(2) 67(A) of the IT Act, 2008 મુજબ ગુનો
- વર્ષ 2020: ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષIPCની કલમ 188, 120 B, 186, 505(1) (B), 114 મુજબ ગુનો
- વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 188, 269 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો
- વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 323, 504, 506(2), 143, 147, 427, 452, 153(A) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો
- વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 397, 504, 506(2) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો
- વર્ષ 2022: ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષ 2022માં IPCની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 મુજબ ગુનો
- વર્ષ 2022: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 306, 506(2) મુજબ ગુનો
- રાજપીપળા પોલીસ મથકે IPCની કલમ IPCની કલમ 143, 147, 148, 149, 323, 504, 506(2) મુજબ ગુનો
- કેવડિયા પોલીસ મથકે IPCની કલમ 353, 505(1),(B), 506(1), 188, 186, 143, 147, 269, 120B અને
- ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટ કલમ 51(B) મુજબ ગુનો




