ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પીએમ મોદીએ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી. ઙખ મેલોનીએ એક્સ પર આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું- વડાપ્રધાન મોદી મારા માટે ગિફ્ટમાં ખૂબ જ સરસ ટોફી લઈને આવ્યા- મેલોડી. ગિફ્ટ માટે થેંક્યુ
આ પહેલા ઙખ મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં મંગળવારે ઈટાલી પહોંચ્યા. ત્યાં ઙખ મેલોનીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ રોમના રસ્તાઓ પર સાથે કાર રાઈડ કરી અને આશરે 2000 વર્ષ જૂના ઐતિહાસિક કોલોસિયમની મુલાકાત પણ લીધી.
અગાઉ બંને નેતાઓએ સાથે ડિનર પણ લીધું હતું અને અનેક મહત્ત્વના મુદ્દાઓ પર અનૌપચારિક વાતચીત કરી હતી. મેલોનીએ મોદી સાથે સેલ્ફી શેર કરતા લખ્યું, વેલકમ માય ફ્રેન્ડ. બંને નેતાઓની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. ઙખ મોદીએ એક્સ પર મુલાકાતની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે આજે થનારી ઔપચારિક વાતચીતમાં ભારત-ઈટાલી મિત્રતાને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા ચાલુ રહેશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, એડવાન્સ ટેકનોલોજી અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થવાની સંભાવના છે.
આ પ્રવાસ દરમિયાન ભારત અને ઈટાલી પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવતા તેને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ’નો દરજ્જો આપવા અંગે ચર્ચા કરી શકે છે. બંને દેશો આગામી સમયમાં વાર્ષિક નિયમિત બેઠકો શરૂ કરવા પર પણ વિચાર કરી રહ્યા છે. ભારત અને ઈટાલી વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય અને આર્થિક સંબંધોમાં તેજી આવી છે. બંને દેશો સંરક્ષણ, ઉર્જા, વેપાર, વિજ્ઞાન અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત સહયોગ વધારી રહ્યા છે.
હાલમાં ભારત અને ઈટાલી વચ્ચેનો વેપાર 14 અબજ યુરો (14 લાખ કરોડ રૂપિયા) થી વધુનો છે. બંને દેશો ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), ઓટોમોબાઈલ, મશીનરી, ફાર્મા, સંરક્ષણ અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રોકાણ વધારવા પર કામ કરી રહ્યા છે.



