આજથી- આ જ ક્ષણથી સાંઢીયા પુલ ખૂલ્લો મૂકવામાં કોની જાગીર લૂંટાઈ જાય છે?
પ્રજાનાં પૈસાથી બનેલાં પુલનો જશ પદાધિકારીઓને શા માટે? કોઈ સામાન્ય નાગરિકના હસ્તે કે અનાથ બાળકોનાં હસ્તે કે ટોચનાં કરદાતાનાં હસ્તે ઉદ્દઘાટન કરી પુલ ચાલું કરો!
- Advertisement -
બબ્બે વર્ષથી શહેરનાં લાખો લોકોને સાંઢીયા પુલના નામે બાનમાં લીધાં પછી હજુ પણ રાજકારણીઓ ધરાયા નથી, પ્રજાને અગવડનાં ડામ આપ્યા જ કરે છે
ઉદ્ઘાટન સમારોહના ભૂખ્યા મહાનુભાવોના કારણે રોજ હજ્જારો-લાખો લોકો પર ટ્રાફિકનો અને અવ્યવસ્થાનો ત્રાસ
ફ્લાય ઓવર્સનું નવનિર્માણ કરવાને પણ શું રાજકારણીઓ પોતાની સિદ્ધિ માને છે? આવા રૂટિન કામનો જશ મેળવવાની આટલી બધી ચળ કોને છે?
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી નથી થઈ તેથી ઉદ્ઘાટન પણ નથી થતું! દરેક પ્રકારના ટેસ્ટિંગ પછી પુલનું લોકાર્પણ કરવામાં વિલંબ શા માટે? રિબિન કાપ્યાં વગર પુલ ખૂલ્લો મૂકી દેવાય તો શું ભાજપની સીટ ઘટી જવાની છે?
રાજકોટના નેતાઓમાં પ્રજા પ્રત્યે સહેજ પણ લાગણી હોય તો પદાધિકારીઓની નવી બોડીની વરણીની પ્રતીક્ષા કર્યા વગર આજે જ સાંઢીયા પુલ ખૂલ્લો મૂકી દેવો જોઈએ
ફ્લાયઓવર અને ઈન્ફ્રાસ્ટ્રકચરની બાબતે રાજકોટ શહેર વાસ્તવમાં અમદાવાદ અને સુરત કરતાં લાખ્ખો પ્રકાશવર્ષ પાછળ છે: આ બાબતે શરમ અનુભવવાને બદલે એક સામાન્ય પુલ માટે ગર્વ લેવાય છે
સાંઢીયા પુલમાં તો માત્ર નવનિર્માણ થયું છે, આ કોઈ સિદ્ધિ નથી, વાસ્તવમાં વીસ વર્ષ પહેલાં થવું જોઈતું હતું એ કાર્ય છેક આજે થયું છે
સાંઢીયા પુલના લોકાર્પણમાં વિલંબથી બજરંગ વાડી, જૂનાં એરપોર્ટ વિસ્તારમાં રહેતાં લોકો પરેશાન: બબ્બે વર્ષથી હાલાકી ભોગવતાં લોકોને રાહત નથી



