By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    24 કલાકમાં 20 લાખ વ્યૂઝ…અને સજામાં 74 કોરડાં માર્યા!
    1 day ago
    શેખ હસીના વતનવાપસી કરશે : બાંગ્લાદેશમાં હડકંપ
    1 day ago
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    5 days ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    6 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વાહન વીમામાં 4 ફેરફારઃ 15 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થશે
    23 hours ago
    કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, શોપિયાંમાં પારો -3.9 ડિગ્રી
    23 hours ago
    પંજાબમાં રાજકારણ ગરમાયું. 6 વર્ષ બાદ BJP-અકાલી દળનું ગઠબંધન
    23 hours ago
    UPમાં ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી, 4 વિદ્યાર્થીનાં મૃત્યુ
    1 day ago
    પ્રદૂષણ રોકવા 5 વર્ષનો પ્લાન માંગતી સુપ્રીમ કોર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    720 રન ખડયા છતાં ભારત જીતથી વંચિતઃ વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતા WTC ફાઈનલની રેસમાં ફટકો
    2 days ago
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    4 days ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    7 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 week ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    3 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મીડિયાકર્મીઓની T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મીડિયાકર્મીઓની T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ
ગુજરાત

મીડિયાકર્મીઓની T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2022/03/10 at 5:01 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE
  • સમાચાર હોય કે ક્રિકેટ…દરેક પીચ ઉપર અમે ‘અવ્વલ’  
  • કલમ-કી-બોર્ડની સાથે બેટ-બોલ ઉપર હાથ અજમાવતાં મીડિયાકર્મીઓ
  • કલેક્ટર અરુણ મહેશ બાબુ, મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન : બે મહિના સુધી પત્રકારો, ફોટોગ્રાફરો, કેમેરામેનો ઉપરાંત પ્રેસ-ઈલે.મીડિયાના વિવિધ વિભાગોના કર્મીઓ સમાચારોની સાથે સાથે રન માટે પણ લગાવશે દોડ
  • ટીમ સંદેશે ટીમ ગુજરાત મિરરને, ટીમ દિવ્ય ભાસ્કરે ટીમ ફૂલછાબ સામે જીત મેળવી કર્યો વિજયી પ્રારંભ
  • બન્ને મેચ બન્યા રોમાંચક: ભર તડકામાં પણ એક-એક રન માટે મીડિયાકર્મીઓએ કરી મહેનત-મશ્ક્કત 
શનિવારે રમાનારી મેચ: કાઠિયાવાડ પોસ્ટ V/S સંદેશ- સવારે 8 વાગ્યે
રવિવારે રમાનારી મેચ: અબતક V/S હેડલાઈન- સવારે 8 વાગ્યે
ઈલે.મીડિયા V/S સાંજ સમાચાર સવારે 11 વાગ્યે
ફૂલછાબ V/S આજકાલ- બપોરે 2 વાગ્યે  

ક્રિકેટ…આ એક શબ્દ એવો છે જેને સાંભળીને નાના બાળકથી માંડી મોટી ઉંમરના વૃદ્ધ પણ રોમાંચક ગણાતી આ રમત રમવા માટે આતૂર બની જાય છે. લગભગ દરેક ક્ષેત્રમાં ફરજ બજાવતાં લોકો કોઈને કોઈ ટૂર્નામેન્ટ થકી ક્રિકેટ રમવાની પોતાની ‘તલબ’ને પૂરી કરતાં જ હોય છે ત્યારે રાત-દિવસ સમાચારોની પાછળ ભાગતાં રહેતાં મીડિયાકર્મીઓ આ રમતમાં ભાગ ન લ્યે તેવું બની શકે ખરું ? કલમ અને કી-બોર્ડના કસબીઓ તેમજ પ્રેસ-ઈલેક્ટ્રોનિક મીડિયાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં પત્રકારો તેમજ કર્મચારીઓમાં રહેલા ક્રિકેટના કૌશલને બહાર લાવવા માટે ‘રાજકોટ મીડિયા ક્લબ’ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના એવા રેસકોર્સમાં આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ટી-20 સિઝન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ગુજરાત મીરરના તંત્રી સંજયભાઈ સેંજલીયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

Contents
સમાચાર હોય કે ક્રિકેટ…દરેક પીચ ઉપર અમે ‘અવ્વલ’  કલમ-કી-બોર્ડની સાથે બેટ-બોલ ઉપર હાથ અજમાવતાં મીડિયાકર્મીઓકલેક્ટર અરુણ મહેશ બાબુ, મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન : બે મહિના સુધી પત્રકારો, ફોટોગ્રાફરો, કેમેરામેનો ઉપરાંત પ્રેસ-ઈલે.મીડિયાના વિવિધ વિભાગોના કર્મીઓ સમાચારોની સાથે સાથે રન માટે પણ લગાવશે દોડટીમ સંદેશે ટીમ ગુજરાત મિરરને, ટીમ દિવ્ય ભાસ્કરે ટીમ ફૂલછાબ સામે જીત મેળવી કર્યો વિજયી પ્રારંભબન્ને મેચ બન્યા રોમાંચક: ભર તડકામાં પણ એક-એક રન માટે મીડિયાકર્મીઓએ કરી મહેનત-મશ્ક્કત શનિવારે રમાનારી મેચ: કાઠિયાવાડ પોસ્ટ V/S સંદેશ- સવારે 8 વાગ્યેરવિવારે રમાનારી મેચ: અબતક V/S હેડલાઈન- સવારે 8 વાગ્યેઈલે.મીડિયા V/S સાંજ સમાચાર સવારે 11 વાગ્યેફૂલછાબ V/S આજકાલ- બપોરે 2 વાગ્યે  

ઉદ્ઘાટન થયા બાદ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો ટીમ સંદેશ અને ટીમ ગુજરાત મીરર વચ્ચે રમાયો હતો જે અત્યંત રોમાંચક બની ગયો હતો પરંતુ છેલ્લે ટીમ સંદેશે સાત રને બાજી મારી લઈ જીત હાંસલ કરી હતી. આ મેચ પર નજર કરીએ તો તેમાં ટોસ જીતી ટીમ ગુજરાત મીરરે ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. જવાબમાં સંદેશે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ટીમ સંદેશ વતી મુન્નાભાઈએ 31, માધવે 14, જીજ્ઞેશે 37, રાજે 21, મંથને 18 અને ધ્રુવે અણનમ 13 રનનું યોગદાન આપ્યું હતું.

- Advertisement -

ટીમ સંદેશે આપેલા 166 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ગુજરાત મીરરની શરૂઆત ખરાબ રહેવા પામી હતી અને તેના પાંચ બેટરો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જો કે વિનય બારોટે એક છેડો સાચવી રાખી મેદાનની ચારે બાજુ શોટ ફટકારી ટીમને મેચમાં જીવંત રાખી હતી. જો કે વિનય 56 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જ વિકેટ ગુમાવી બેસતાં તે ટીમ માટે ટર્નિંગ પોઈન્ટ બની હતી. વિનય ઉપરાંત બ્રિજે 19, નિર્મલ સિંઘે અણનમ 22 અને અજય પતરીયાએ અણનમ 25 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવર સુધી પહોંચી ગયેલા આ મેચમાં ગુજરાત મીરર વતી અજય પતરીયાએ બે બોલમાં બે ચોગ્ગા ફટકારી દેતાં મેચનો રોમાંચ વધી ગયો હતો પરંતુ બાકીના ચાર બોલમાં નિર્ધારિત રન ન મળતાં ગુજરાત મીરર 158 રન જ બનાવી શક્યું હતું અને તેનો 7 રને પરાજય થયો હતો.

આ પછી બીજી મેચ ટીમ દિવ્ય ભાસ્કર અને ટીમ ફૂલછાબ વચ્ચે રમાઈ હતી જેમાં ફૂલછાબે પ્રથમ બેટિંગ કરતાં 19.5 ઓવરમાં 10 વિકેટે 114 રન બનાવ્યા હતા. ફૂલછાબ વતી રવીએ 13, કમલેશે 2, જયદીપે 7, રોબીને 48, હિતેશે 1, કેતને 13, સંદીપે ત્રણ, નીરવે 4, ચેતને 6 અને આનંદે અણનમ 8 રનનું યોગદાન આપ્યું હતું. ફૂલછાબે આપેલા 115 રનના લક્ષ્યાંકને દિવ્ય ભાસ્કરે 14.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દિવ્ય ભાસ્કર વતી શિવાંકે 36, દિલીપે 6, દીપક દાસે 2, અર્જુનભાઈ ડાંગરે 31, અમિતે અણનમ પાંચ, રુપેશભાઈએ 4 અને મનિષે અણનમ 1 રનનું યોગદાન આપ્યું હતું.

આ બન્ને મેચમાં અમ્પાયર તરીકે પ્રદીપસિંહ જાડેજા તેમજ તેમના સાથી અમ્પાયરોએ શાનદાર અમ્પાયરિંગ કર્યું હતું તો કોમેન્ટેટર તરીકે મુકેશ પંડ્યા અને ઈન્દ્રેશ ગોકાણીએ હટ કે અંદાજમાં કોમેન્ટ્રી આપીને શમા બાંધ્યો હતો. જ્યારે મેચ દરમિયાન ટૂર્નામેન્ટ આયોજક કમિટીના તુષાર રાચ્છ, કિન્નર આચાર્ય, કુલદીપસિંહ રાઠોડ, ભીખુભાઈ, અનીરુદ્ધ નકુમ, કિરણભાઈ રાચ્છ સહિતના ખડેપગે રહ્યા હતા.

- Advertisement -

You Might Also Like

રાજકોટવાસીઓ સાવધાન! મચ્છર ઉત્પત્તિ બદલ હવે 10 હજાર સુધીનો દંડ

પુષ્કરધામ રોડ પર અમીન માર્ગ જેવું આકાર લેશે ફૂડ કોર્ટઃ મનપાએ બહાર પાડ્યું ટેન્ડર

ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક ન લો: રેસકોર્સ રીંગ રોડ પર રેલી યોજાઈ

રાજકોટ જિલ્લા પંચાયતના 36 કરોડના નવા ભવનના બાંધકામમાં ગેરરીતિ

ખાખી વર્દીનું સ્વપ્ન જોતા યુવાનો માટે ખુશખબરઃ 12,993 પદો પર પોલીસમાં ભરતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘જૂનાગઢ પાકિસ્તાનનું હતું અને રહેશે’ : જૂનાગઢના નવાબના વંશજનો બકવાસ
Next Article સૌ.યુનિ.ના ઇતિહાસમાં પ્રથમવાર એક જ દિવસમાં ત્રણ સેશનમાં પરીક્ષા લેવાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટવાસીઓ સાવધાન! મચ્છર ઉત્પત્તિ બદલ હવે 10 હજાર સુધીનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
પુષ્કરધામ રોડ પર અમીન માર્ગ જેવું આકાર લેશે ફૂડ કોર્ટઃ મનપાએ બહાર પાડ્યું ટેન્ડર
ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક ન લો: રેસકોર્સ રીંગ રોડ પર રેલી યોજાઈ
વાહન વીમામાં 4 ફેરફારઃ 15 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થશે
કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, શોપિયાંમાં પારો -3.9 ડિગ્રી
પંજાબમાં રાજકારણ ગરમાયું. 6 વર્ષ બાદ BJP-અકાલી દળનું ગઠબંધન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટવાસીઓ સાવધાન! મચ્છર ઉત્પત્તિ બદલ હવે 10 હજાર સુધીનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

પુષ્કરધામ રોડ પર અમીન માર્ગ જેવું આકાર લેશે ફૂડ કોર્ટઃ મનપાએ બહાર પાડ્યું ટેન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક ન લો: રેસકોર્સ રીંગ રોડ પર રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?