ઉત્તરાયણના આગમન પૂર્વે રાજકોટની બજારોમાં પતંગની સાથે-સાથે બોર, જીંજરા, શેરડીનું ધમાકેદાર વેચાણ થઈ રહ્યું છે.
શહેરમાં ઠેકઠેકાણે બોર, જીંજરા અને શેરડી લેવા લોકો ઉમટી પડ્યા છે. માગસર મહીનાની વિદાય અને પોષ મહીનાના પ્રારંભ સાથે મધમીઠી શેરડીથી રાજકોટની બજારો છલકાઈ ઉઠી છે.

- Advertisement -
રાજકોટની આજુબાજુ વિસ્તારોમાં શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. દરરોજ પાંચથી દસ ટ્રક ભરીને શેરડી અહીંની જુદી-જુદી બજારોમાં ઠલવાય છે. જીંજરાના ભાવ રૂા. 60થી 100 કિલોના ભાવે બજારમાં વેચાય છે, જ્યારે બોર રૂા. 100થી 120 કિલો, શેરડી રૂા. 100થી 160ની પાંચ કિલોના ભાવે બજારોમાં વેચાઈ રહી છે. મકરસંક્રાંતિ પર શેરડી, બોર, જીંજરા ખાવાનું ઘણું મહત્ત્વ રહેલું છે ત્યારે બજારોમાં જીંજરા, શેરડી અને બોર લેવા માટે લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અગાશી પર પતંગ ચગાવતા શેરડી, બોર અને જીંજરાની મજા માણતા રાજકોટીયન્સો કાલે મકરસંક્રાંતની ઉજવણી કરશે.



