By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    35 minutes ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    42 minutes ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લઘુ અખબારો.. નાનાં કદનાં છાપાઓ..: નાના પત્રોનાં અસ્તિત્વ સામે ઉભા થયેલાં મોટાં પડકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > લઘુ અખબારો.. નાનાં કદનાં છાપાઓ..: નાના પત્રોનાં અસ્તિત્વ સામે ઉભા થયેલાં મોટાં પડકારો
AuthorBhavy Raval

લઘુ અખબારો.. નાનાં કદનાં છાપાઓ..: નાના પત્રોનાં અસ્તિત્વ સામે ઉભા થયેલાં મોટાં પડકારો

Khaskhabar Editor
Last updated: 2022/09/10 at 5:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

અન્યનાં અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લઘુ અખબારો ખુદ અન્યાયનો શિકાર!

વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, ચોપાનિયું, છાપું અને અખબાર. આ બધાનું વર્ગીકરણ સ્થાન, આવૃત્તિ, ભાષા, પાનાંની સંખ્યા, નકલની સંખ્યા, પ્રકાશન સમયગાળો, કિંમત અને લવાજમ વગેરેને આધારે થાય છે. આ ઉપરાંત સરકારે અખબારના ફેલાવા પ્રમાણે નાનાં, મધ્યમ, મોટાં એ મુજબ તેના વર્ગો પાડ્યા છે. સરકારે બીજું વર્ગીકરણ પ્રકાશનના કેન્દ્રોની વસ્તી પ્રમાણે કર્યું છે, જાહેરખબર તથા વેચાણની કુલ આવક પ્રમાણે પણ અખબારોના વર્ગ પાડ્યા છે. અખબારોની માલિકીમાં ઈજારાશાહી રોકવા માટે સરકારે ત્રણ વર્ગ બનાવ્યા છે, (1) એક જ કેન્દ્રમાંથી એક જ માલિકીનું એક અખબાર પ્રગટ થાય તેને એક વર્ગમાં મૂકેલું છે. (2) એક જ કેન્દ્રમાંથી એક જ માલિકીનાં એક કરતાં વધુ અખબાર પ્રગટ થાય તેને ગ્રૂપ એટલે કે જૂથ નામ આપ્યું છે. (3) એક કરતાં વધુ કેન્દ્રોમાંથી એક જ માલિકીના અખબારો પ્રગટ થાય તેને ચેઈન અથવા શૃંખલા નામ અપાયું છે. ગુજરાતી પત્રકારત્વમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા ગ્રૂપ – ચેઈન અથવા જૂથ – શૃંખલાના મોટાં તથા મધ્યમ કદના અખબારો બહાર પડે છે. બાકીના એક જ કેન્દ્રમાંથી એક જ માલિકીના અસંખ્ય નાનાં – લઘુ કદના અખબારો બહાર પડે છે. ક્યારેક ગ્રુપ કે ચેઈન અંતર્ગત આવતા મોટાં કે મધ્મમ કદના અખબાર પણ કોઈ કારણોસર લઘુ અખબાર બની જાય છે.

- Advertisement -

લઘુ અખબારો એટલે નાનાં કદના અખબારો. જેનો ફેલાવો 100-200થી લઈ 10-20 હજાર નકલ વચ્ચે હોય છે તેવા અખબારોને લઘુ અખબારો કે નાનાં કદના અખબારો કહી શકાય. ગુજરાતી પત્રકારત્વમાં અસંખ્ય લઘુ અખબારો દૈનિક, સાપ્તાહિક, પખવાડીક કે માસિક સ્વરૂપે પ્રગટ થાય છે. ફૂલ સાઈઝના ચારથી આઠ પાનાંની સંખ્યા ધરાવતા રેગ્યુલર લઘુ અખબારોની કિંમત બેથી ત્રણ રૂપિયા હોય છે. ઘણાબધા લઘુ અખબારો ટેબ્લોઈડ સાઈઝમાં પણ બહાર પડે છે. લઘુ અખબારો મુખ્યત્વે ગ્રામ, તાલુકા, નગર કક્ષાએથી બહાર પડતા હોય છે અને તેમાં સ્થાનિક સમાચારથી લઈ લોકલ ઈન્ફોર્મેશનને ઈમ્પોર્ટન્શ આપવામાં આવે છે. લઘુ અખબારો સ્થાનિક સમાચારને સૌથી વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે. લઘુ અખબારો વધુ લોકપ્રિય કે જાણીતા ન હોય તેને ફક્ત વાંચકો જ નહીં, જાહેરખબર મળવી પણ મુશ્કેલ હોય છે. તેથી લઘુ અખબારોને ન્યૂઝપેપર પબ્લિશિંગ અને પ્રિન્ટીંગમાં પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. ગુજરાતી પત્રકારત્વમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના અખબારોની વચ્ચે લઘુ અખબારો એકલદોકલ નહીં, અઢળક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લઘુ અખબારો પાસે પોતાનું પ્રિન્ટીંગ પ્રેસ હોતું નથી એટલે અખબાર છાપવું મોંઘુ પડે છે. પ્રિન્ટીંગ પછીનો મોટો ખર્ચ છે, પત્રકારોનો પગાર. પત્રકારત્વજગતમાં પ્રવેશનાર દરેક વ્યક્તિ મોટાં કે મધ્યમ અખબારો સાથે જોડાવવા ઈચ્છે છે એટલે લઘુ અખબારોને કાયમી વાંચકો, બધી જાહેરખબરોની જેમ સારા પત્રકારો પણ મળવા મુશ્કેલ હોય છે. વધુ પૈસા આપી અનુભવી પત્રકારોને જાળવી રાખવા પડે છે. કેટલાય કારણોસર મોટાંભાગના લઘુ અખબારો ખોટમાં ચાલતા આવ્યા છે, બારેમાસ નુકસાની કરતા હોય છે. મોટાં કે મધ્યમ અખબારો સામે લઘુ અખબારો ટકી શકતા નથી તે સૌથી મોટાં સનાતન સમાચાર બની ચૂક્યા છે.

ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં પરિવહનના સાધનો મર્યાદિત હતા ત્યારે લઘુ અખબારોનું પ્રભુત્વ હતું, નાના અખબારો સ્થાનિકસ્તરે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા હતા. પરંતુ વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનોનો વિકાસ થતા તેમજ એક પછી એક અવનવા માધ્યમોની શોધ બાદ સ્થાન, કક્ષા, ભાષાનું અંતર ઘટી ગયું તેથી સ્થાનિકસ્તરના લઘુ – નાના અખબારો મોટા કદ – જૂથના અખબારો સામે દિવસેનેદિવસે પાછળ પડતા ગયા. રાષ્ટ્રીયસ્તર અને રાજ્યસ્તરના મોટાં કે મધ્યમ અખબારોએ નાના અખબારોને એક તરફ ધકેલી દેવાનું કામ કર્યું, જેના કારણે લઘુ અખબારોનું અસ્તિત્વ જ ખતરામાં આવી ગયું. લઘુ અખબારોના અસ્તિત્વ પર સંકટ આવવાનું એક કારણ એ પણ હતું કે, રાષ્ટ્ર અને રાજ્યના કેટલાંક મોટાં – મધ્યમ અખબારોએ રાજ્ય, જિલ્લા, શહેર મુજબ પોતાની અલગ-અલગ આવૃત્તિઓ કે પેઈજ બહાર પાડવાનું શરૂ કર્યું, પરિણામસ્વરૂપે લઘુ અખબારોમાં સ્થાનિક સમાચારોને આપવામાં આવતા વધુ પડતા મહત્વની મોનોપોલી ખતમ થઈ ગઈ. લઘુ અખબારો હાંસિયામાં ધકેલાઈ જવાના બીજા કેટલાંક કારણો પણ છે, એક તો લઘુ અખબારોનો મોટાભાગે પીળું પત્રકારત્વ કરવા માટે દુરુપયોગ થવા લાગ્યો. બીજું કે માત્ર વાર-તહેવાર કે ચૂંટણી પર જ પૈસા કમાવવા લઘુ અખબારો બહાર પડવા લાગ્યા છે અને પછી અદૃશ્ય થઈ જવા માંડ્યા છે. જેના કારણે પણ વાંચકોનો વિશ્વાસ લઘુ અખબારો પર ઓછો થવા લાગ્યો છે. અમુક લઘુ અખબારો દ્વારા પત્રકારત્વના સિદ્ધાંત – આદર્શને નેવે મૂકવાના કારણે તમામ નાના અખબારોની શાખને નુકસાન પહોંચી રહ્યું છે. આ બધાની વચ્ચે પણ હજુ ઘણા એવા લઘુ અખબારો છે જે અનેક મુસીબતો વચ્ચે પત્રકારત્વના સિદ્ધાંત – આદર્શને વળગી માંડમાંડ ટકી રહ્યા છે.

સમયની સાથે અખબારોનું કદ અને ફેલાવવામાં પરિવર્તન આવ્યું છે, સતત અખબારો બદલાઈ રહ્યા છે. મોટાં અને મધ્યમ અખબારોને ખરીદવા માટે મોટીમોટી કંપનીઓ-સંસ્થાઓ વચ્ચે હરિફાઈ જામી છે તો લઘુ અખબારો આ સ્પર્ધા વચ્ચે થાકી, હારી બંધ થઈ રહ્યા છે. એક તરફ લઘુ અખબારો સ્થાનિકસ્તરે લોકોમાં જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે, બીજી તરફ લઘુ અખબારોને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આર્થિક મોરચે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હવે લઘુ અખબારો ફક્ત તે જ ચલાવી શકે છે જેમની પાસે આવકનું અન્ય કોઈ સાધન છે, અન્યથા લઘુ અખબારને ચલાવવું એ એક મોટો પડકાર છે. અખબાર જેની પર નભે છે તે જાહેરખબર લઘુ અખબારોને મળતી બંધ થઈ ગઈ છે. અન્યના અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લઘુ અખબારો ખુદ અન્યાયનો શિકાર બની રહ્યા છે. લઘુ અખબારો તરફથી એવો આક્ષેપ કરવામાં આવે છે કે, રાજ્ય સરકારનો માહિતી વિભાગ છેલ્લા કેટલાય સમયથી નાના અખબારો સાથે અન્યાય કરી રહ્યો છે, છેલ્લા કેટલાંક વર્ષોથી મોટાં કે મધ્યમ કદના અખબારોની સરખામણીમાં લઘુ અખબારોને સરકારી જાહેરખબરો ઓછી આપવામાં આવી રહી છે, નાનાં, મધ્યમ અને મોટાં કદના અખબારોને સરકારી જાહેરાત આપવા બાબતે માહિતી વિભાગ તટસ્થ નથી. લઘુ અખબારો સાથે તેમના માલિકો, તંત્રીઓ અને પત્રકારો પ્રત્યે પણ સરકારથી લઈ સૌ કોઈનું વલણ નિરાશાજનક છે. સરકારના બેવડા વલણ, લોકશાહીના ચોથા સ્તંભ પર અવારનવાર થતા હુમલાઓ અને પત્રકારત્વની સ્વતંત્રતા પર મારવામાં આવતી તરાપ વચ્ચે લઘુ અખબારોના માલિકો, તંત્રીઓ, પત્રકારોથી લઈ તેમની સાથે જોડાયેલા સૌકોઈએ સંગઠન બનાવવું જરૂરી છે. નાના-મોટા અખબારો સંગઠન બનાવી આગળ વધશે તો ગુજરાતી પત્રકારત્વ અને પત્રકારોનું હિત જળવાઈ રહેશે. ખાસ તો મરણપથારીએ પડેલા લઘુ અખબારોને નવજીવન મળી રહેશે.

- Advertisement -

વધારો : અખબારો છાપવા માટે ખાસ પ્રકારના કાગળ વપરાય છે, જેને ‘અખબારી કાગળ’ (ન્યૂઝપ્રિન્ટ) કહેવામાં આવે છે. ગુજરાતી પત્રકારત્વના ઠીક બસો વર્ષ બાદ 2022માં માત્ર ગુજરાતી જ નહીં, દુનિયાભરની તમામ ભાષાનાં નાનાં, મધ્યમ અને મોટાં અખબારો કાગળના સંકટનો સામનો કરી રહ્યાં છે. કોરોનાકાળ બાદ એક બાજુ અખબારી કાગળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ લગાતાર તેની ભારે અછત પણ વર્તાય રહી છે. ભારત તેની જરૂરિયાતનો આશરે 50% અખબારી કાગળ આયાત કરે છે. આયાતી અખબારી કાગળની કિંમત ડિસેમ્બર 2020 સુધી 380થી 400 અમેરિકી ડોલર પ્રતિ મેટ્રિક ટન હતી જે હવે 2022માં 1050થી 1100 અમેરિકી ડોલર પ્રતિ મેટ્રિક ટન થઈ ચૂકી છે. એટલે કે તેના ભાવમાં 175%થી વધુ વધારો નોંધાયો છે. જેના હિસાબે તમામ અખબારના ભાવમાં 25%નો વધારો થયો છે. 2022ના શરૂઆતી મહિનાઓમાં જે મોટાં કદના ગુજરાતી અખબારોની કિંમત ચાર રૂપિયા હતી તે 25%ના વધારા સાથે પાંચ રૂપિયા થઈ ગઈ છે

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

TAGGED: JOURNALISM, NEWSPAPER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?
Next Article Разнообразието от лечение включва CBT и лекарства

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?