જૂનાગઢ જિલ્લા માંગરોળ ના શાપુર ગામ ના વતની એવા આર્મી જવાન રમેશભાઈ પાંચાભાઈ ચાવડા જે છેલ્લા ૧૯ વર્ષ થી આર્મીમા હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લે ફરીદકોટ ફરજ બજાવી રહ્યા હતા
૧૯ વર્ષ થી દેશ ની રક્ષા કરી રહેલા ફૌજી રમેશભાઈ ચાવડા નિવૃત થતા પોતાના માદરે વતન શાપુર ગામે આવતા તેમના પરીવાર તેમજ શાપુર ના ગામ લોકો દ્વારા તેમનું કુમકુમ થી તિલક કરી ડી જે ના તાલ સાથે હર્ષોલ્લાસ થી સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવા મા આવ્યું હતુ
ગામના આગેવાનો અને પરિવારો દ્વારા ફુલહાર થી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ આ અવસરે ભાજપના આગેવાન અને રબારી સમાજના અગ્રણી દાનાભાઈ ખાંભલા એ હાજરી આપી આર્મી જવાન રમેશ ભાઈ નું શાલ ઓઢાળી ખૂબ ઉત્સાહ થી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ…


