By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    20 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    20 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક
Author

ભગવાન ગણેશની આઠ શક્તિપીઠ ! અષ્ટ વિનાયક

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 12:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

સૌજન્ય આપણો ઇતિહાસ પેજ
અષ્ટવિનાયકથી અભિપ્રાય છે- ‘આઠ ગણપતિ’. આ આઠ અતિ પ્રાચીન મંદિર ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ પણ કહેવાય છે, જે મહારાષ્ટ્રમાં સ્થિત છે. મહારાષ્ટ્રમાં પૂનાની નજીક અષ્ટવિનાયકના આઠ મંદિર 20થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત છે. આ મંદિરોનું પૌરાણિક મહત્વ અને ઈતિહાસ છે. તેમાં બિરાજેલી ગણેશની પ્રતિમાઓ સ્વયંભૂ માનવામાં આવે છે એટલે કે સ્વયં પ્રકટ થઈ છે. આ માનવ નિર્મિત ન થઈને પ્રાકૃતિક છે. અષ્ટવિનાયકના આ બધા જ મંદિર અત્યંત જૂના અને પ્રાચીન છે. આ બધાનો વિશેષ ઉલ્લેખ ગણેશ અને મુદ્ગલ પુરાણ, જે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોનું સમૂહ છે તેમાં કરવામાં આવ્યો છે. આ આઠેય ગણપતિ ધામોની યાત્રા અષ્ટવિનાયક તીર્થ યાત્રાના નામે ઓળખવામાં આવે છે. આ પવિત્ર પ્રતિમાઓને પ્રાપ્ત થવાના ક્રમ મુજબ જ અષ્ટવિનાયકની યાત્રા પણ કરવામાં આવે છે. અષ્ટવિનાયક દર્શનની શાસ્ત્રોક્ત ક્રમબદ્ધતા આ મુજબ છે-
1. મયૂરેશ્વર અથવા મોરેશ્વર – મોરગાંવ, પૂના
2. સિદ્ધિવિનાયક – કરજત તહસીલ, અહમદનગર
3. બલ્લાલેશ્વર – પાલી ગાંવ, રાયગઢ
4. વરદવિનાયક – કોલ્હાપુર, રાયગઢ
5. ચિંતામણી – થેઉર ગાંવ, પૂના
6. ગિરિજાત્મજ અષ્ટવિનાયક – લેણ્યાદ્રી ગાંવ, પૂના
7. વિઘ્નેશ્વર અષ્ટવિનાયક – ઓઝર
8. મહાગણપતિ – રાજણગાંવ

- Advertisement -

1. મયૂરેશ્વર મંદિર
આ મંદિર પૂનાથી 80 કિલોમીટર દૂર સ્થિત છે. મોરેગાંવ ગણેશજીની પૂજાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મયૂરેશ્વર મંદિરની ચારેય ખૂણામાં મીનાર છે અને લાંબા પત્થરોની દીવાલ છે. અહીં ચાર દ્વાર છે. આ ચારેય દ્વાર ચાર યુગ-સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના પ્રતીક છે. આ મંદિરના દ્વાર પર શિવજીના વાહન નંદીની મૂર્તિ સ્થાપિત છે, તેના મુખ ભગવાન ગણેશની મૂર્તિની તરફ છે. નંદીની મૂર્તિના સંબંધમાં અહીં એવી માન્યતા પ્રચલિત છે કે પ્રાચીનકાળમાં શિવજી અને નંદી આ મંદિર ક્ષેત્રમાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા, પરંતુ પછી નંદીને અહીંથી જવા માટે ના કહી દેવામાં આવી. ત્યારથી નંદી અહીં સ્થિત છે. નંદી અને મૂષક બંને જ મંદિરોના રક્ષકના રૂપમાં ઊભા છે. મંદિરમાં ગણેશજી બેઠી મુદ્રા બિરાજમાન છે તથા તેમની સૂંડ ડાબા હાથની તરફ છે તથા તેમની ચાર ભુજાઓ અને ત્રણ નેત્ર છે. એક માન્યતા મુજબ મયૂરેશ્વરના મંદિરમાં ભગવાન ગણેશ દ્વારા સિંધુરાસુર નામના એક રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. ગણેશજીએ મોર ઉપર સવાર થઈને સિંધુરાસુર સાથે યુદ્ધ કર્યું હતું. આ જ કારણોસર અહીં સ્થિત ગણેશજીને મયૂરેશ્વર કહેવામાં આવે છે.

2. સિદ્ધિવિનાયક મંદિર
અષ્ટ વિનાયકમાં બીજા ગણેશ છે સિદ્ધિવિનાયક. આ મંદિર પૂનાથી અંદાજિત 200 કિમી. દૂર સ્થિત છે. નજીક જ ભીમ નદી છે. આ ક્ષેત્ર સિદ્ધટેક ગાંવના અંતર્ગત આવે છે. આ પૂનાના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. મંદિર અંદાજિત 200 વર્ષ જૂનું છે. સિદ્ધટેકમાં સિદ્ધવિનાયક મંદિર ખૂબ જ સિદ્ધ સ્થાન છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુએ સિદ્ધિઓ હાંસલ કરી હતી. સિદ્ધિવિનાયક મંદિર એક પહાડ ઉપર સ્થિત છે, જેનું મુખ્ય દ્વાર ઉત્તર દિશાની તરફ છે. મંદિરની પરિક્રમા માટે પહાડની યાત્રા કરવાની હોય છે. અહીં ગણેશજીની મૂર્તિ 3 ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી છે. મૂર્તિનું મુખ ઉત્તર દિશાની તરફ છે. ભગવાન ગણેશની સૂંડ સીધા હાથની તરફ છે.

- Advertisement -

3. બલ્લાલેશ્વર મંદિર
અષ્ટવિનાયકમાં ત્રીજું મંદિર છે બલ્લાલેશ્વર મંદિર. મંદિર મુબઈ-પૂના હાઇવે પર પાલીથી ટોયનમાં અને ગોવા રાજમાર્ગ પર નાગોથાનેથી પહેલા 11 કિમી. દૂર સ્થિત છે. આ મંદિરનું નામ ગણેશજીના ભક્ત બલ્લાલના નામ પર પડ્યુ છે. પ્રાચીનકાળમાં બલ્લાલ નામુનો એક યુવક હતો, તે ગણેશજીનો પરમભક્ત હતો. એક દિવસ તેણે પાલી ગામમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું. પૂજન કેટલાય દિવસ સુધી ચાલ્યું, પૂજામાં શામેલ કેટલાય બાળકો ઘરે પાછા ન ગયા અને ત્યાં જ બેઠાં રહ્યા. આ કારણ આ બાળકોના માત-પિતાએ બલ્લાલને માર્યો અને ગણેશની પ્રતિમાની સાથે તેને પણ જંગલમાં ફેંકી દીધું. ગંભીર હાલતમાં બલ્લાલ ગણેશજીના મંત્રોના જાપ કરતો રહ્યો. આ ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન પ્યા. ત્યારે બલ્લાલે ગણેશજીને આગ્રહ કર્યો કે તેઓ આ સ્થાન પર જ નિવાસ કરે. ગણેશે આગ્રહને માન આપ્યું.

4. વરદવિનાયક મંદિર
અષ્ટવિનાયકમાં ચોથા ગણેશ છે વરદવિનાયક. આમંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુર ક્ષેત્રમાં સ્થિત છે. અહીં એક સુંદર પર્વતીય ગામ છે મહાડ. આ ગામમાં વરદવિનાયક મંદિર છે. અહીં પ્રચલિત માન્યતા મુજબ વરદવિનાયક ભક્તોની બધી જ કામનાઓ પૂરી થવાનો વરદાન આપે છે. આ મંદિરમાં નંદીદીપ નામનો એક દીવો છે જે કેટલાય વર્ષોમાં પ્રગટી રહ્યો છે. વરદવિનાયકનું નામ લેવા માત્રથી જ બધી મિનોકામના પૂર્ણ થવાનો વરદાન પ્રાપ્ત થઈ જાય છે.

5. ચિંતામણિ ગણપતિ
અષ્ટવિનાયકમાં પાંચમા ગણેશ છે ચિંતામણિ ગણપતિ. આ મંદિર પૂના જિલ્લાના હવેલી ક્ષેત્રમાં સ્થિત છે. મંદિરની પાસે જ ત્રણ નદીઓનું સંગમ છે. આ ત્રણેય નદીઓ છે ભીમ, મુલા અને મુથા. જો કોઈ ભક્તનું મન ખૂબ પરેશાન હોય અને જીવનમાં દુખ જ દુખ આવી રહ્યા હોય તો આ મંદિરમાં આવવા પર આ તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવી માન્યતા છે કે સ્વયં ભગવાન બ્રહ્માએ પોતાના વિચલિત મનને વશમાં કરવા માટે આ સ્થાન પર તપસ્યા કરી હતી.

6. ગિરજાત્મજ ગણપતિ
અષ્ટવિનાયકમાં આગલા ગણપતિ છે ગિરજાત્મજ. આ મંદિર પૂના-નાસિક રાજમાર્ગ પર પૂનાથી અંદાજિત 90 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. ક્ષેત્રના નારાયણગાંવથી આ મંદિરની દૂરી 12 કિલોમીટર છે. ગિરજાત્મજનો અર્થ છે ગિરિજા એટલે કે માતા પાર્વતીના પુત્ર ગણેશ. આ મંદિર એક પહાડ પર બૌદ્ધ ગુફાઓના સ્થાન પર બનાવવામાં આવ્યું છે. અહીં લેનયાદરી પહાડ પર 18 બૌદ્ધ ગુફાઓ છે અને તેમાંથી 8મી ગુફાઓમાં ગિરજાત્મજ વિનાયક મંદિર છે. આ ગુફાઓને ગણેશ ગુફા પણ કહેવામાં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે અંદાજિત 300 પગથિયાં ચડવાના હોય છે. આ સંપૂર્ણ મંદિર જ એક મોટા પત્થરને કાપીને બનાવવામાં આવ્યું છે.

7. વિઘ્નેશ્વર ગણપતિ મંદિર
અષ્ટવિનાયકમાં સાતમા ગણેશ છે વિઘ્નેશ્વર ગણપતિ. આ મંદિર પૂનાના ઓઝર જિલ્લામાં જૂનર ક્ષેત્રમાં સ્થિત છે. આ પૂના-નાસિક રોડ પર નારાયણગાંવથી જૂનર અથવા ઓઝર થઈને અંદાજિત 85 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. એક પ્રચલિત કથા મુજબ વિઘનાસુર નામનો એક અસુર હતો જે સંતોને હેરાન કરતો હતો. ભગવાન ગણેશે આ ક્ષેત્રમાં તે અસુરનું વધ કર્યુ અને બધાને કષ્ટોથી મુક્તિ અપાવી. ત્યારથી આ મંદિર વિઘ્નેશ્વર, વિઘ્નહર્તા અને વિઘ્નહારના રૂપમાં ઓળખાય છે.

8. મહાગણપતિ મંદિર
અષ્ટવિનાયક મંદિરના આઠમા ગણેશજી છે મહાગણપતિ. મંદિર પૂનાના રાંજણગામમાં સ્થિત છે. આ પૂના-અહમદનગર રાજમાર્ગ પર 50 કિમીની દૂરી પર સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ 9-10મી સદીના વચ્ચે માનવામાં આવ્યો છે. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશા પર સ્થિત છે જે ખૂબ વિશાળ અને સુંદર છે. ભગવાન ગણપતિની મૂર્તિને માહોતક નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંની ગણેશજીની પ્રતિમા અદભુત છે. પ્રચલિચ માન્યતા મુજબ મંદિરની મૂળ મૂર્તિ ભોંચરામાં સંતાવીને રાખેલી છે. પહેલાના સમયમાં જ્યારે વિદેશીઓએ અહીં આક્રામણ કર્યુ હતું તો તેમનાથી મૂર્તિ બચાવવા માટે તેને ભોંયરામાં સંતાડી દેવામાં આવી હતી.

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

TAGGED: lord ganeshas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમામ ભારતીય ડિપ્લોમેટ્સ નોટિસ પર છે, ભારત-કેનેડા સંબંધોના તણાવ વચ્ચે કેનેડાની વિદેશમંત્રી મેલાની જોલીએ ઘી હોમ્યું
Next Article ટૂંક સમયમાં Air India સાથે વિસ્તારા થશે મર્જ, આ નિયમોમાં ફેરફાર થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?