લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં રિન્કુ સિંહે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેને કેમ ફિનિશર માનવામાં આવે છે. છેલ્લી ઓવરમાં દિગ્વેષ રાઠી વિરુદ્ધ સતત 4 છગ્ગા ફટકારીને રિન્કુએ KKRને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. તેણે માત્ર 51 બોલમાં અણનમ 83 રનની તોફાની ઇનિંગ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મુશ્કેલ સ્થિતિમાં સંકટમોચક બન્યો
- Advertisement -
એક સમયે KKRની ટીમ 140 રનની આસપાસ સમેટાઈ જશે તેવું લાગતું હતું, કારણ કે કેમરોન ગ્રીન (34 રન) સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો. મેચ બાદ રિન્કુએ પોતાના માઈન્ડસેટ વિશે વાત કરતા જણાવ્યું કે, જ્યારે ટીમ વહેલી 3-4 વિકેટ ગુમાવી દે છે, ત્યારે તેનો પૂરો ફોકસ ગેમને કંટ્રોલ કરવા પર હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટ્રાઈક રોટેટ કરીને ઇનિંગને અંત સુધી લઈ જવાનો હોય છે.
મેચ ફિનિશ કરવાનો સિમ્પલ પ્લાન
પોતાના પ્લાનિંગ વિશે ખુલાસો કરતા રિન્કુએ કહ્યું કે, વિકેટો ઝડપથી પડી રહી હોવાથી તેણે સેફ રમવાનું નક્કી કર્યું હતું. સિંગલ્સ અને ડબલ્સ દ્વારા ઇનિંગને આગળ વધારવી અને ખરાબ બોલ મળે ત્યારે જ બાઉન્ડ્રી મારવી તેવો તેનો સરળ પ્લાન હતો. છેલ્લી ઓવરમાં સ્પિનર બોલિંગ કરી રહ્યો છે તે જાણીને તેણે પોતાની રણનીતિ બદલી હતી અને આક્રમક શોટ્સ રમીને ટીમને 155 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
- Advertisement -
ફીલ્ડિંગ અને સુપર કેચ વિશે વાત
બેટિંગની સાથે સાથે રિન્કુએ પોતાની ગજબની ફીલ્ડિંગથી પણ બધાના દિલ જીતી લીધા હતા. તેણે જણાવ્યું કે, તેને બાળપણથી જ ફીલ્ડિંગ ગમે છે અને તે કુદરતી રીતે ફિટ હોવાથી ગ્રાઉન્ડ પર ઝડપથી દોડી શકે છે. મેચમાં પકડેલા અદભૂત કેચ વિશે તેણે કબૂલાત કરી કે તે તે કેચ માટે તૈયાર નહોતો, બોલ અચાનક તેની તરફ આવ્યો અને તેણે સફળતાપૂર્વક કેચ ઝડપી લીધો હતો.




