By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    47 minutes ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    1 hour ago
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 hour ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    4 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 hour ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
આંતરરાષ્ટ્રીય

ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…

Khaskhabar Editor
Last updated: 2026/04/27 at 1:47 PM
Khaskhabar Editor 60 minutes ago
Share
5 Min Read
SHARE

આધુનિક યુદ્ધના મેદાનમાં હવે વિજયનો નિર્ધાર માત્ર ટેન્કોની સંખ્યા કે તોપોની ગર્જનાથી નહીં, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે. આ દિશામાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ એક એવું કદમ ઉઠાવ્યું છે જેણે સમગ્ર વિશ્વની સૈન્ય શક્તિઓને વિચારતી કરી દીધી છે. ચીને હાલમાં જ ‘એટલાસ’ (Atlas) ડ્રોન સ્વોર્મ સિસ્ટમ બનાવી છે. નિષ્ણાતો માને છે કે, આ સિસ્ટમ ભવિષ્યના યુદ્ધોમાં સૌથી ઘાતક સાબિત થઈ શકે છે.

શું છે એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમ?

- Advertisement -

એટલાસ એ માત્ર ડ્રોનનું જૂથ નથી, પરંતુ એક અત્યંત જટિલ અને બુદ્ધિશાળી લશ્કરી સિસ્ટમ છે. તેની સૌથી મોટી વિશેષતા તેની સાદગી અને સંહારક શક્તિનો સમન્વય છે. આ સિસ્ટમની ડિઝાઈન એવી છે કે માત્ર એક જ ઓપરેટર એકસાથે આશરે 100 ડ્રોનને નિયંત્રિત કરી શકે છે. એટલે કે, યુદ્ધના મેદાનમાં એક સૈનિક માત્ર એક ટચ સ્ક્રીન દ્વારા આખું ડ્રોન આક્રમણ કરી પણ શકે છે અને એકલા હાથે કંટ્રોલ પણ કરી શકે છે. આ માટે કોઈ મોટા એરબેઝ કે રનવેની જરૂર નથી. તે એક મોબાઈલ પ્લેટફોર્મ છે, જેને ટ્રક કે વાહન પર લાદીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ગણતરીની મિનિટોમાં હુમલો કરી શકાય છે.

કેવી રીતે કામ કરે છે આ હથિયાર?

એટલાસ સિસ્ટમ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે, જે તેને અત્યંત કાર્યક્ષમ બનાવે છે. ગ્રાઉન્ડ કોમ્બેટ વ્હીકલ આ વાહનમાં ડઝનબંધ ડ્રોન લોડ કરેલા હોય છે. કમાન્ડ વ્હીકલમાં આખા નેટવર્કનું મગજ છે, જે એકસાથે 96 જેટલા ડ્રોનને સૂચના આપી શકે છે. જ્યારે સપોર્ટ યુનિટ લોજિસ્ટિક્સ અને પાવર સપ્લાયની દેખરેખ રાખે છે. તેની લોન્ચિંગ ક્ષમતા આશ્ચર્યજનક છે. આ સિસ્ટમ દર ત્રણ સેકન્ડમાં એક ડ્રોન લોન્ચ કરી શકે છે. જેનો અર્થ થયો કે માત્ર 5 મિનિટમાં 100 ડ્રોન હવામાં ફેલાઈ જશે અને દુશ્મન પર તૂટી પડશે.

- Advertisement -

ડ્રોનની વિચારવાની ક્ષમતા સૌથી મોટો ખતરો

આ ડ્રોનની અસલી શક્તિ તેની સંખ્યામાં નથી, પણ તેની સ્વાયત્તતામાં છે. આ ડ્રોન માત્ર કમાન્ડરના આદેશનું પાલન નથી કરતા, પણ AI ના કારણે તે પોતાની રીતે નિર્ણય લેવા સક્ષમ છે. જો હુમલા દરમિયાન કેટલાક ડ્રોન દુશ્મનની ગોળીબારમાં નાશ પામે, તો બાકીના ડ્રોન હાર માનતા નથી. તેઓ આપમેળે પોતાની વ્યૂહરચના બદલી નાખે છે અને લક્ષ્ય તરફ આગળ વધે છે. આ ડ્રોન હવામાં એકબીજા સાથે સતત વાતચીત (કોઓર્ડિનેશન) કરે છે. તેઓ સમજે છે કે, કયા ડ્રોને કઈ દિશામાંથી હુમલો કરવાનો છે જેથી દુશ્મનને બચવાની તક ન મળે.

S-400 અને AWACS સામેનું જોખમ

ભારત પાસે રશિયાની એસ-400 (S-400 Triumf) જેવી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે, જે મિસાઈલો અને ફાઈટર જેટ્સને તોડી પાડવામાં માહેર છે. પરંતુ ડ્રોન સ્વોર્મ સામે આ સિસ્ટમ્સ પડકાર સાબિત થઇ શકે છે. જ્યારે 100 નાના ડ્રોન અલગ-અલગ ઊંચાઈ અને અલગ-અલગ દિશામાંથી એકસાથે આવે છે, ત્યારે રડાર માટે દરેકને ટ્રેક કરવા મુશ્કેલ બને છે. મોંઘી મિસાઈલો સસ્તા ડ્રોન પાછળ વાપરવી આર્થિક રીતે પણ નુકસાનકારક છે. જો એક મિસાઈલ એક ડ્રોનને પાડે, તો પણ બાકીના 99 ડ્રોન હુમલો ચાલુ રાખી શકે છે. હાલના યુક્રેન-રશિયા યુદ્ધમાં પણ જોવા મળ્યું છે કે નાના ડ્રોને મોટા સર્વેલન્સ વિમાનો અને અબજોના સંરક્ષણ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે.

ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે... 2 - image

ભારત માટે ચિંતાનું કારણ

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત તણાવ રહે છે. ચીને તિબ્બત અને લદ્દાખની સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળ બિછાવી છે.સરહદી પડકારો: ચીન માટે આ મોબાઈલ એટલાસ સિસ્ટમને હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં તૈનાત કરવી સરળ છે. યુદ્ધની સ્થિતિમાં આ ડ્રોન ભારતીય સૈનિકોની સપ્લાય લાઇન, પુલો, રસ્તાઓ અને પોસ્ટ્સને નિશાન બનાવી શકે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં નાના ડ્રોનને પકડવા વધુ મુશ્કેલ બને છે, જે ભારતીય વાયુસેના અને પાયદળ માટે માથાનો દુખાવો બની શકે છે.

નિકાસની શક્યતા અને વૈશ્વિક અસર

શું ચીન આ સિસ્ટમ અન્ય દેશોને વેચશે? સામાન્ય રીતે અમેરિકા જેવા દેશો પોતાની ટોપ-સીક્રેટ ટેકનોલોજી વેચતા નથી. પરંતુ ચીને ભૂતકાળમાં અનેક દેશોને પોતાના ડ્રોન વેચ્યા છે. જો આ ટેકનોલોજી પાકિસ્તાન જેવા દેશો પાસે પહોંચે, તો ભારત માટે સુરક્ષાનું જોખમ બેવડાઈ શકે છે.

ભવિષ્યનું યુદ્ધ ઇન્ટેલિજન્ટ વોરફેર

ચીનની સૈન્ય વ્યૂહરચના હવે ઇન્ટેલિજન્ટ વોરફેર પર આધારિત છે. તેઓ માને છે કે આવનારા સમયમાં માનવરહિત હથિયારો જ યુદ્ધ જિતશે. ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધે સાબિત કરી દીધું છે કે પરંપરાગત સૈન્ય શક્તિ હવે ડ્રોન ટેકનોલોજી સામે અપૂરતી છે. ભારત માટે આ એક ચેતવણી છે. જોકે ભારત પણ પોતાનું ડ્રોન નેટવર્ક અને ‘એન્ટી-ડ્રોન’ સિસ્ટમ વિકસાવી રહ્યું છે, પરંતુ ચીનની આ ‘એટલાસ’ સિસ્ટમ એ સાબિત કરે છે કે હવે યુદ્ધ જીતવા માટે માત્ર બહાદુરી નહીં, પણ શ્રેષ્ઠ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીની જરૂર પડશે.

You Might Also Like

કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી

ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO

યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
Next Article 8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
સાપ્તાહિક રાશિફળ: 27 એપ્રિલથી 03 મે 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય
અમદાવાદ: શ્યામલ વિસ્તારના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ATM સહિત દુકાનો-વાહનો બળીને ખાક
ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?