By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    5 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    5 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    5 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    5 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    5 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભૂ-માફિયાઓની ખૈર નથી અને ત્રણ વર્ષમાં 384 વખત નરાધમે બળાત્કાર ગુજાર્યો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ભૂ-માફિયાઓની ખૈર નથી અને ત્રણ વર્ષમાં 384 વખત નરાધમે બળાત્કાર ગુજાર્યો!
AuthorKinnar Acharya

ભૂ-માફિયાઓની ખૈર નથી અને ત્રણ વર્ષમાં 384 વખત નરાધમે બળાત્કાર ગુજાર્યો!

Khaskhabar Editor
Last updated: 2022/02/07 at 3:33 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સૌરાષ્ટ્રના અખબારોની એક અલગ જ મજા છે. અહીંના છાપાંઓની પોતાની આગવી ભાષા છે અને મથાળાની પોતીકી શૈલી છે. ’બકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો ઢગો પકડાયો!’ એવું મથાળું તમને માત્ર અને માત્ર સૌરાષ્ટ્રના અખબારોમાં જ વાંચવા મળે. અહીં થોડી આવી જ રસપ્રદ હેડલાઈનની વાતો હળવી શૈલીમાં પ્રસ્તુત છે.

Contents
– કિન્નર આચાર્ય  કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી: ઠેર-ઠેર પાણી ભરાયાતહેવારો છતાં બજારોમાં નહિવત ઘરાકી: મંદીની અસર દેખાઈપતંગ-દોરાનાં ભાવમાં વીસ ટકા વધારો: ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતા જોરાવરસિંહ જાડેજા: ગુનેગારોમાં ફફડાટIPS-IASની ટ્રાન્સફરનો ગંજીપો ચીપાશે: મહત્ત્વના પોસ્ટિંગ માટે જબરી ખેંચતાણભૂ-માફિયાઓની ખેર નથી: ચાર્જ સંભાળતા જ નવા કલેકટરનો ધ્રુજારોહરામખોરે ત્રણ વર્ષ સુધી અલગ-અલગ સ્થળે લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યોપતિએ ભેળ ખવડાવવાની ના પાડતા પરણિતા સળગી મરી: અરેરાટી

– કિન્નર આચાર્ય  

કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી: ઠેર-ઠેર પાણી ભરાયા

દર વર્ષે આવું મથાળું તમને વાંચવા ન મળે તો હું મૂછ મૂંડવી નાંખું ! જેમ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે દાંડાઈ એ રૂટિન છે તેમ જી.ઈ.બી. અથવા તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ માટે પણ એવું જ છે. ઉપરની હેડલાઇન તમે જી.ઈ.બી. માટે પણ ફિટ કરી શકો. “જી.ઈ.બી.ની પ્રિ -મોનસુન કામગીરીની પોલ ખુલી: ઝરમર છાંટામાંજ અનેક વિસ્તારોમાં અંધારપટ!” દાયકાઓથી આવા મથાળા આપણે વાંચી રહ્યા છીએ. સવાલ એ છે કે, એવું હેડિંગ ક્યારે વાંચવા મળશે જેમાં લખ્યું હોય કે, ” પાલિકાની અસરકારક પ્રિ – મોનસુન કામગીરીને કારણે ધોધમાર વરસાદમાં પણ પાણી ભરાયા નહિ !” વોહ સુબહ કભી તો આયેગી….

- Advertisement -

તહેવારો છતાં બજારોમાં નહિવત ઘરાકી: મંદીની અસર દેખાઈ

દિવાળી વખતે આવું મથાળું દરેક અખબારમાં વાંચવા મળશે. ખાસ કરીને દિવાળીના ચાર – પાંચ દિવસ પહેલા. પછી બેસતાં વર્ષે અચૂક વધુ એક હેડિંગ છપાય, જેમાં લખ્યું હોય: ” છેલ્લાં ચાર દિવસ દરમિયાન બજારમાં ચિક્કાર ઘરાકી: વેપારીઓ ધરાઈ ગયા!” વાત એમ છે કે, ખરીદીની પેટર્ન હવે બદલાઈ ગઈ છે. નવા કપડાં માત્ર દિવાળીએ જ લેવાય, એવું નથી. બીજું, હવે વિસ્તારવાઈઝ બજારો બની ગઈ છે. ઓનલાઇન ખરીદીનો પણ હિસ્સો હોય છે. આ વાત યા તો વેપારીઓ નથી સમજતાં અથવા તો પત્રકારો નથી જાણતા. નહિતર દર વર્ષે આવું શા માટે છપાય?

પતંગ-દોરાનાં ભાવમાં વીસ ટકા વધારો: ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ

દર વર્ષે ઉત્તરાયણ આવે, એ પહેલા આ સમાચાર અચૂક છપાય. કદાચ ન છપાતાં હોય તો પણ બધાને ખ્યાલ જ હોય છે કે, થોડો ઘણો ભાવવધારો હશે જ. સાથેસાથે અન્ય સંલગ્ન સમાચાર પણ હોય જ. ઉદાહરણ તરીકે, ચીક્કી બજારમાં ધૂમ, શેરડી – જીંજરા લેવા લોકો ઉમટી પડ્યા. એક્ઝેક્ટલી આવા જ સમાચાર તમને દિવાળી વખતે વાંચવા મળશે. “ગયા વર્ષની સરખામણીએ ફટાકડાંના ભાવમાં 25 ટકાનો વધારો” હોળી વખતે છપાશે કે, “પિચકારીના ભાવમાં 20 ટકાનો વધારો” જન્માષ્ટમી વખતે આવશે, “રાજકોટનાં લોકમેળામાં હૈયેહૈયું દળાયું: આઠમને દિવસે ત્રણ લાખ લોકો ઉમટ્યાં” જન્માષ્ટમી પહેલા આવશે કે, “રાઈડ્સના ચોકઠામાં ફરી રિંગ, કલેકટર આકરા પાણીએ!”

ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતા જોરાવરસિંહ જાડેજા: ગુનેગારોમાં ફફડાટ

જોરાવરસિંહ જાડેજા તો એક કાલ્પનિક પાત્ર માત્ર છે. સવાલ એ છે કે, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે રામજીભાઈ આવે, શામજીભાઈ આવે કે ભીમજીભાઈ આવે … તેમાંથી લોકોને શો ફરક પડે છે! કશો જ નહીં. નવ્વાણું ટકા વાચકો માટે આ સમાચાર શોએબ અખ્તરના બાઉન્સર જેવાં હોય છે. આ સમાચારની આખી ચેઇન છે. પી. આઇ. સાહેબની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી થાય ત્યારે તેમણે ઉકેલેલા 11,250,44100 કેઇસો વિશે છપાય, પછી નવા સાહેબનો ઇન્ટરવ્યૂ, તેઓ સિંહાસન પર આસનસ્થ થઈ રહ્યાં હોય એવી તસવીર. હવે ચેઇન પૂરી થઈ.

- Advertisement -

IPS-IASની ટ્રાન્સફરનો ગંજીપો ચીપાશે: મહત્ત્વના પોસ્ટિંગ માટે જબરી ખેંચતાણ

આ સમાચારમાં પણ ભોજિયાભાઈનેય રસ નથી હોતો. મીડિયાકર્મી અને જે તે ખાતાના કર્મચારીઓ સિવાય કોઇને પડી નથી કે કયા સાહેબ કઈ જગ્યાએ બિરાજમાન થવાનાં છે. આમ તો બદલીઓનું લિસ્ટ જાહેર થાય તે પહેલાં જ સોશિયલ મીડિયામાં અટકળો શરૂ થઇ જાય છે. એક રૂટિન પ્રક્રિયાને આટલું મહત્વ કદાચ આપણાં સિવાય કોઈ નહિ આપતું હોય.

ભૂ-માફિયાઓની ખેર નથી: ચાર્જ સંભાળતા જ નવા કલેકટરનો ધ્રુજારો

આ હેડિંગનો અર્થ એમ સમજવો કે,નવા કલેકટર સાહેબનો ’ભાવ’ ઊંચો છે. રાજકોટને જમીન કૌભાંડોની રાજધાની ગણવામાં આવે છે. અહીં લેન્ડસ્કેમ એ ગૃહઉદ્યોગ અને કુટિરઉદ્યોગની વ્યાખ્યામાં આવે છે. પરંતુ ભાગ્યે જ કોઈ આઇ.એ.એસ. અધિકારીને ભૂ-માફીયાઓ સામે આકરાં પગલાં લેતા મેં જોયા છે. આવું જ એક હસવા જેવું હેડીંગ છે: “વ્યાજખોરોની ખેર નથી, પોલીસ કમિશનરની ખુલ્લી ચેતવણી!” છેલ્લાં વીસ વર્ષથી વિવિધ પોલીસ કમિશનરો આવી ખુલ્લી ચેતવણી આપી ચૂક્યા છે અને આ વર્ષો દરમિયાન વ્યાજખોરી વધતી ગઈ છે.

હરામખોરે ત્રણ વર્ષ સુધી અલગ-અલગ સ્થળે લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો

આ એક અદ્ભુત ફરિયાદ છે. આવી ફરિયાદ સૌરાષ્ટ્રમાં લગભગ દરરોજ નોંધાતી હશે. આવી રીતે બળાત્કાર શક્ય જ નથી, એ બધા જાણે છે. પરંતુ ’કાયદો ગધેડો છે’ એ અમેરિકન કહેવત ભારતમાં પણ લાગુ પડે છે. ફરિયાદમાં કહેવાયું હોય છે કે, ” હરામખોરે એ નિર્દોષ પારેવડાં જેવી યુવતીને ફોસલાવીને વીરપુર, ચોટીલા, જૂનાગઢ જેવાં સ્થળોએ લઈ જઈને સતત ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો.” આવી જ એક અન્ય ફરિયાદના હેડિંગમાં લખ્યું હશે: “ધાક-ધમકી આપીને ત્રણ વર્ષમાં નરાધમે 384 વખત યુવતીને પીંખી!” આમાં નિર્દોષ બાળા કહેશે કે, નરાધમે ધમકી આપી હતી કે કોઈને વાત કરીશ તો તારા નાના ભાઈને મારી નાંખીશ!

પતિએ ભેળ ખવડાવવાની ના પાડતા પરણિતા સળગી મરી: અરેરાટી

સૌરાષ્ટ્રના અખબારોમાં આવા ચિત્રવિચિત્ર ગણાય એવા અનેક સમાચારો જોવા મળશે. ક્યારેક આવશે કે, ’પતિએ પિકચર દેખાડવાની ના પાડતા મહિલાનું અગ્નિસ્નાન !’ ક્યારેક છપાશે,”મેક – અપ બાબતે માતાએ ઠપકો આપતાં તરૂણીએ ગળાફાંસો ખાધો!” આવા ન્યૂઝ માત્ર સૌરાષ્ટ્રના અખબારોમાં જ વાંચવા મળશે. આમાં બે મુદ્દા છે: (1) સૌરાષ્ટ્રમાં ક્ષુલ્લક કારણોસર આત્મહત્યાનું પ્રમાણ ઘણું ઊંચું છે.(2)પોલીસમાં આત્મહત્યાનું જે કારણ આપવામાં આવે છે, તેનાં કરતાં ઘણાં ઊંડા તેનાં વાસ્તવિક કારણો હોય છે.

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ મંદિરના ભૂમિપૂજનમાં મોરારિબાપુની અવગણના કેમ?
Next Article ડિજિટલ પ્લેટફોર્મ પર! પાકિસ્તાને કરી ઘૂસણખોરી…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?