By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 day ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    51 minutes ago
    દેશમાં આજથી નવતપા
    22 hours ago
    ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું
    22 hours ago
    સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
    24 hours ago
    દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    1 day ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓએ ગામ પર ડ્રોનથી બોમ્બ વરસાવ્યા, હિંસામાં આ સૌથી ચોંકાવનારો ટ્રેન્ડ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓએ ગામ પર ડ્રોનથી બોમ્બ વરસાવ્યા, હિંસામાં આ સૌથી ચોંકાવનારો ટ્રેન્ડ છે
રાષ્ટ્રીય

મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓએ ગામ પર ડ્રોનથી બોમ્બ વરસાવ્યા, હિંસામાં આ સૌથી ચોંકાવનારો ટ્રેન્ડ છે

Khaskhabar Editor
Last updated: 2024/09/02 at 12:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

મણિપુર ફરી હિંસા અને ગોળીબારીથી હચમચી ગયુ છે. આ વખતે કુકી ઉગ્રવાદીઓએ ગામ પર ડ્રોનથી બોમ્બ વરસાવ્યા છે. તાજેતરની હિંસામાં આ સૌથી ચોંકાવનારો ટ્રેન્ડ માનવામાં આવી રહ્યો છે. ઉગ્રવાદીઓએ પહાડના શિખરથી નીચેના વિસ્તાર કોત્રુક અને કડાંગબાંડ ખીણને નિશાન બનાવી અને પહેલા અંધાધૂંધ ગોળીબારી કરી, તે બાદ ડ્રોનથી બોમ્બ વરસાવ્યા. અચાનક થયેલા હુમલાથી ગામમાં ભય ફેલાઈ ગયો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળ શોધવા લાગ્યા. હુમલામાં બે લોકોના મોત નીપજ્યા. બે સુરક્ષા કર્મચારીઓ સહિત 9 અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા.

કોત્રુક ગામના પંચાયત અધ્યક્ષના જણાવ્યા અનુસાર સશસ્ત્ર આતંકવાદીઓએ રવિવારે બપોરે લગભગ 2 વાગે ફાયરિંગ શરૂ કર્યું. તે સમયે ગામના વોલેન્ટિયર સંવેદનશીલ વિસ્તારમાં નહોતા. ઉગ્રવાદીઓએ ભારે ફાયરિંગથી ઘણા ઘરોને પણ નુકસાન પહોંચાડ્યુ. જ્યારે ફાયરિંગ અને બોમ્બ ધડાકા શરૂ થયા તો ગ્રામજનો પોતાના ઘરમાં હતા. સ્થાનિક રહેવાસી લીશાંગથમ રોનીએ કહ્યુ, આ હુમલો ગામના વોલેન્ટિયર્સને વિસ્તારમાંથી પાછા બોલાવ્યાના 10 દિવસ બાદ થયો. રાજ્ય સુરક્ષાદળોની સલાહ બાદ અમે પોતાના ગામના વોલેન્ટિયર્સને હટાવી દીધા હતા. અમારામાંથી એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ અને તેની પુત્રી ઈજાગ્રસ્ત થઈ ગઈ.

- Advertisement -

ઘટનાથી ગ્રામજનોમાં રોષ!

કોત્રુક ગામના લોકોએ ઘટનાને લઈને નિરાશા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા ફરીથી શાંતિ સ્થાપિત કરવાને લઈને ઘણી વખત આશ્વાસન આપવામાં આવ્યુ તેમ છતાં અમે લોકો સુરક્ષિત નથી. સ્થાનિક મહિલા મોનિટરિંગ જૂથના સભ્ય નિંગથૌજમ ટોમાલેઈએ કહ્યુ, રાજ્ય સરકાર વારંવાર દાવો કરે છે કે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ અમે હજુ પણ હુમલાના ડરમાં જીવી રહ્યાં છીએ. આપણે ખરેખર ક્યારે સુરક્ષિત રહીશું?

ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યુ

- Advertisement -

મણિપુર ગૃહ વિભાગે તેને આતંકનું જઘન્ય કૃત્ય ગણાવ્યુ છે જે રાજ્યની શાંતિ માટે જોખમ છે. આ દરમિયાન સ્થાનિક તંત્રએ ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધું છે. મણિપુર સરકારે હુમલાની નિંદા કરી અને જવાબદાર લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ છે.

ડ્રોન, બોમ્બ અને અત્યાધુનિક હથિયારો વડે હુમલો કર્યો

મણિપુર ગૃહ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારને જાણકારી મળી છે કે કથિતરીતે કુકી ઉગ્રવાદીઓએ ઘટનાને અંજામ આપ્યો છે. નિઃશસ્ત્ર કૌત્રુક વિસ્તારના ગ્રામજનો પર ડ્રોન, બોમ્બ અને ઘણા અત્યાધુનિક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત નીપજ્યા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા. નિ:શસ્ત્ર ગ્રામજનોને આતંકિત કરવાની આવી હરકતને રાજ્ય સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે. સરકાર રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ લાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે. એન બીરેન સિંહ સરકારે આગળ કહ્યું, સ્થિતિને નિયંત્રિત કરવા અને ઈમ્ફાલ પશ્ચિમના કોટરુક ગામ પર હુમલામાં સામેલ લોકોને દંડિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

કુકી ઉગ્રવાદીઓએ હાઈ ટેક ડ્રોનથી હુમલો કર્યો

આ હુમલાને લઈને મણિપુર પોલીસે જે જાણકારી આપી, તે ખૂબ ચોંકાવનારી છે. પોલીસે દાવો કર્યો છે કે કુકી ઉગ્રવાદીઓએ હાઈટેક ડ્રોનનો ઉપયોગ કર્યો. આવા ડ્રોન માત્ર યુદ્ધોમાં ઉપયોગ કરવામાં આવે છે. હુમલાખોર સામાન્ય કહી શકાય તેવા નથી. આ ડ્રોનથી હુમલો કરવા માટે હાઈ ટ્રેઈન્ડ અને તકનીકી નિષ્ણાત હોવું જરૂરી છે એટલે કે સમગ્ર ઘટનાક્રમમાં મોટા ષડયંત્રનો ઈનકાર કરી શકાય તેમ નથી.

પોલીસે જણાવ્યું કે કેટલો ઘાતક હતો હુમલો?

મણિપુર પોલીસે એક્સ પર પોસ્ટ કરી અને લખ્યુ, ઈમ્ફાલ પશ્ચિમના કોત્રુક વિસ્તારમાં હુમલો થયો છે. કથિત કુકી આતંકવાદીઓએ હાઈટેક ડ્રોનના ઉપયોગથી ઘણા RPG (રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ) લગાવ્યા હતાં. જ્યારે આ ડ્રોન બોમ્બનો ઉપયોગ સામાન્યરીતે યુદ્ધોમાં કરવામાં આવતો રહ્યો છે. સુરક્ષાદળો અને નાગરિકો વિરુદ્ધ વિસ્ફોટક લગાવવા માટે ડ્રોનનો ઉપયોગ મહત્વપૂર્ણ વૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે. આ ઘટનામાં તકનીકી નિષ્ણાત અને હાઈ ટ્રેઈન્ડ પ્રોફેશનલની સંડોવણીથી ઈનકાર કરી શકાય નહીં. અધિકારી સ્થિતિની ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યાં છે. પોલીસ કોઈ પણ આકસ્મિક સ્થિતિથી છુટકારો મેળવવા માટે તૈયાર છે. પોલીસે સામાન્ય જનતાથી સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે.

હુમલામાં જે લોકોના મોત નીપજ્યા છે, તેમાં સ્થાનિક નાગરિક નગાંગબામ સુરબાલા (31 વર્ષ)નું ગોળી વાગવાથી મોત નીપજ્યુ. જ્યારે તેની 8 વર્ષની પુત્રીના હાથમાં ઈજા પહોંચી છે. એક મહિલાની ઓળખ કરવાની બાકી છે. ઘટનામાં 2 પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે. કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યુ કે જે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી 5 ને ગોળી વાગી છે. અન્યોને બોમ્બ બ્લાસ્ટમાં ઈજા પહોંચી છે.

મણિપુરના ડીજીપીએ સત્તાવાર આદેશમાં કહ્યું છે, કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે સુરક્ષાદળોની વચ્ચે યોગ્ય સમન્વય કરવામાં આવે અને સંયુક્ત તપાસ અભિયાન ચલાવવામાં આવે. ડીજીપીએ તમામ એસપીને તમામ સરહદી વિસ્તારોમાં એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.

મણિપુરમાં 3 મે, 2023એ પહેલી વખત હિંસા થઈ હતી. ત્યાં કુકી અને મૈતેઈ સમુદાયની વચ્ચે અનામતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હિંસામાં અત્યાર સુધી 226 લોકોના મોત થઈ ચૂક્યા છે. 1100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. 65 હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડી ચૂક્યા છે. મણિપુરમાં મૈતેઈ વસતી લગભગ 53 ટકા છે, જે મુખ્યરીતે ઈમ્ફાલ ખીણમાં રહે છે જ્યારે નાગા અને કુકી સહિત આદિવાસી સમુદાય લગભગ 40 ટકા છે અને મુખ્યરીતે પહાડી જિલ્લામાં નિવાસ કરે છે.

You Might Also Like

સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત

દેશમાં આજથી નવતપા

ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું

સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ

દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો

TAGGED: Kuki extremists, MANIPUR, Violence Again in Manipur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુનેગારો નિર્ભયપણે અને ખુલ્લેઆમ ફરે છે: મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું મોટું નિવેદન
Next Article પાકિસ્તાનીઓ કંઈક તો શર્મ કરો: નવા સ્ટોરને ઉદઘાટન સમયે જ લૂંટીને લઇ ગઈ ‘પ્રજા’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ
Aadhaar એપ ટૂંક સમયમાં બંધ થશે! નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર
સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
વાંકાનેરની દેવદયામાં છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
રાષ્ટ્રીય

દેશમાં આજથી નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?