સિદ્ધારમૈયા બેંગલુરુમાં ઘરે તેમના મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મિટિંગ બોલાવી હતી, જ્યાં નિર્ણયની જાણ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે બપોરે 3 વાગ્યે રાજીનામું આપ્યું હતું. તેમણે બેંગલુરુમાં તેમના ઘરે તેમના મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મિટિંગ બોલાવી હતી, જ્યાં તેમણે તેમને તેમના નિર્ણયની જાણ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ બેઠકમાં હાજર રહ્યા હતા. શિવકુમારે સિદ્ધારમૈયાને પગે લાગ્યા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી તેમને ભેટી પડ્યા હતા. કર્ણાટક સરકારના મંત્રી એચકે પાટીલે જણાવ્યું કે બેઠકમાં આગામી મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારના નામને મંજૂરી આપવામાં આવી છે.
સિદ્ધારમૈયાએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. જોકે, રાજ્યપાલ પારિવારિક કારણોસર બેંગલુરુની બહાર છે. આવી સ્થિતિમાં, સિદ્ધારમૈયા રાજ્યપાલ કાર્યાલયમાં રાજીનામું સુપરત કરી શકે છે.
નિયમો મુજબ, જો રાજ્યપાલ રાજ્યમાં હાજર ન હોય તો પણ, મુખ્યમંત્રી રાજભવનના અધિકારીઓને ઇમેઇલ દ્વારા અથવા રૂબરૂમાં લેખિત રાજીનામું સુપરત કરી શકે છે. ત્યારબાદ રાજ્યપાલ તેને સ્વીકારે છે. રાજીનામું સ્વીકારાય ત્યાં સુધી વર્તમાન મુખ્યમંત્રી પદ પર રહેશે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સવારે તેમણે બેંગલુરુમાં તેમના ઘરે મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મિટિંગ બોલાવી હતી. મીટિંગ પહેલા સિદ્ધારમૈયા તમામ નેતાઓ સાથે નાસ્તો કરવા બેઠા, જેમાં ઈડલી, ચટણી, વડા અને ભાત સહિત વિવિધ વાનગીઓ ખાધી હતી. ત્યારબાદ, સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ હાજર રહ્યા હતા. શિવકુમાર સિદ્ધારમૈયાને પગે લાગ્યા અને આશિર્વાદ લીધા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી તેમને ભેટી પડ્યા હતા.
26 મેના રોજ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હી પહોંચ્યા હતા. બંને નેતાઓની મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી સાથે 6 કલાક સુધી બેઠક થઈ. મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે- જે અટકળો લગાવવામાં આવી રહી છે, તે માત્ર અટકળો છે. તેમાં કોઈ સત્ય નથી. બેઠકમાં રાજ્યસભા અને વિધાન પરિષદ (ખકઈ) ચૂંટણીઓ પર ચર્ચા થઈ.
પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલા સિદ્ધારમૈયાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. સિદ્ધારમૈયાએ પાર્ટી નેતૃત્વને કહ્યું હતું કે જો મને હટાવવામાં આવશે તો પાર્ટી તૂટશે, કારણ કે 50-60 ધારાસભ્યો મારી સાથે હટશે. હું ડીકે શિવકુમારની નીચે કામ નહીં કરું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ બુધવારે દાવો કર્યો કે કોંગ્રેસમાં આંતરિક કલહને કારણે વહીવટ ઠપ્પ થઈ ગયો છે.
સિદ્ધારમૈયાએ કર્ણાટકને 10 લાખ કરોડના દેવામાં ધકેલ્યું છે. આનાથી રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણી થવી નક્કી છે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા 2023થી ચાલી રહી છે. શિવકુમારના સમર્થક ધારાસભ્યો કહેતા આવ્યા છે કે 2023માં જ્યારે કોંગ્રેસની સરકાર બની હતી, ત્યારે મુખ્યમંત્રી પદ માટે 2.5-2.5 વર્ષની ડીલ થઈ હતી, પરંતુ સિદ્ધારમૈયાના સમર્થકો તેને નકારતા આવ્યા છે.
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો 20 નવેમ્બર 2025ના રોજ 2.5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો હતો. કેટલાક ધારાસભ્યો જે ડેપ્યુટી ઈખ ડીકે શિવકુમારના સમર્થક માનવામાં આવે છે, તેઓ દિલ્હી જઈને ખડગેને મળ્યા હતા.



