ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોને ઝડપી લેવા દોડધામ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
- Advertisement -
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 શખ્સો વિરૂદ્ધના એટ્રોસિટી, હત્યાની કોશિષ સહિતના કેસમાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી કાર અને એક મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના કોરીયોગ્રાફર સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી નામના યુવકને સામાન્ય બાબતમાં ગોંડલ ખાતે ઉઠાવી જઇ અપહરણ કરી કપડાં ઉતરાવી બેફામ માર મારી વિડીયો ઉતારી જ્ઞાતિ પ્રત્યે હડધુત ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ આધારે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત 10 શખ્સો સામે હત્યાની કોશિશ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આરોપીઓને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અન્વયે પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી
દરમિયાન જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે. જે. પટેલ અને તેમની ટીમે 3 શખ્સોની ધરપકડ કરી એક કાર અને મોબાઈલ કબજે લઈ ગણેશ જાડેજા સહિતના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે પોલીસે જસદણના અતુલ પ્રેમસાગર કઠેરીયા, ફેજલ ઉર્ફે પાવલી હુશેનભાઈ પરમાર અને ઇકબાલ હારુનભાઈ ગોગદાની ધરપકડ કરી છે અતુલ બે ગુનામાં, ફેજલ 11 ગુનામાં અને ઇકબાલ એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.