દિલ્હીમાં કિંમત ₹83.09 પ્રતિ કિલો: આ મહિને ચોથીવાર ભાવ વધ્યા, 12 દિવસમાં જ ₹6નો વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાન યુદ્ધ વચ્ચે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે ઈગૠના ભાવ છેલ્લા બે અઠવાડિયામાં ચોથી વખત વધ્યા છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (ઈંૠક)એ આજે મંગળવાર, 26 મેના રોજ ઈગૠ ₹2 પ્રતિ કિલોગ્રામ મોંઘો કરી દીધો છે. દિલ્હી-ગઈછ સહિત ઘણા શહેરોમાં આ ભાવ વધારવામાં આવ્યા છે.
દિલ્હીમાં ઈગૠ ની કિંમત ₹81.09 પ્રતિ કિલોથી વધીને હવે ₹83.09 પ્રતિ કિલો થઈ ગઈ છે. નોઇડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડામાં હવે ગ્રાહકોને ઈગૠ માટે ₹91.70 ચૂકવવા પડશે. ગુરુગ્રામમાં ઈગૠ ની કિંમત વધીને ₹88.12 પ્રતિ કિલોગ્રામ કરી દેવામાં આવી છે.
તેલ કંપનીઓએ ગઈકાલે પેટ્રોલ ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલ ₹2.71 પ્રતિ લિટર મોંઘું કર્યું. આ વધારા પછી દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત ₹102.12 અને ડીઝલની કિંમત ₹95.20 થઈ ગઈ છે. આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થાય તે પહેલાં ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલર હતા, જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.
ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઇલના ભાવમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલ અને ઈગૠના ભાવ હજુ પણ વધી શકે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ભોપાલમાં ઈગૠ ગાડીઓનું વેચાણ 50% સુધી વધ્યું છે. શોરૂમમાંથી દરરોજ ઈગૠ આધારિત 10 થી 15 ગાડીઓ વેચાઈ રહી છે. આનું મુખ્ય કારણ પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં ઈગૠ થી વધુ એવરેજ મળવું છે. તેમજ, ઈગૠ ના ભાવ પણ ઓછા છે.



