મિસાઈલ સાઇટ અને માઇન્સ બિછાવી રહેલી બોટ્સને ટાર્ગેટ કરી, ટ્રમ્પે કહ્યું- ઈરાને યુરેનિયમ સોંપવું પડશે
સીઝફાયર વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો: હોર્મુઝ પાસે
- Advertisement -
નવા હુમલા કર્યા તો સખત જવાબ આપીશું: ઈરાનની ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે અમેરિકી સેનાએ મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક માઇન્સ બિછાવી રહેલી બોટને ટાર્ગેટ કરી. આ ઉપરાંત બંદર અબ્બાસ પોર્ટ નજીક સરફેસ ટુ એર મિસાઈલ સાઈટ પર પણ હુમલો કર્યો.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અનુસાર આ કાર્યવાહી સેલ્ફ-ડિફેન્સ એટલે કે આત્મરક્ષામાં કરવામાં આવી હતી. સેન્ટકોમના પ્રવક્તા ટિમોથી હોક્ધિસે જણાવ્યું કે અમેરિકી સૈનિકો અને યુદ્ધ જહાજોને ખતરાથી બચાવવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા.
અમેરિકી સેનાનો આરોપ છે કે માઇન્સ બિછાવવાથી આંતરરાષ્ટ્રીય જહાજો અને અમેરિકી યુદ્ધ જહાજોને ખતરો થઈ શકતો હતો. જોકે, હોક્ધિસે એમ પણ કહ્યું કે યુદ્ધવિરામ દરમિયાન અમેરિકા સંયમ રાખી રહ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ હુમલાથી બંને દેશોની વાતચીતમાં થોડો અવરોધ ચોક્કસપણે આવી શકે છે, પરંતુ હાલમાં શાંતિ વાટાઘાટો અટકતી દેખાતી નથી.
આ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાનના એનરિચ્ડ યુરેનિયમનો નાશ કરવામાં આવશે. ટ્રમ્પના મતે, આ સામગ્રી કાં તો અમેરિકાને સોંપવામાં આવશે અથવા ઈરાન સાથે મળીને સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
ઈરાનની સેનાએ કહ્યું છે કે જો તેના પર ફરી હુમલો થશે, તો તે પહેલા કરતા મોટો અને કડક જવાબ આપશે.
ઈરાની સેનાના પ્રવક્તા અબોલફઝલ શેખરચીએ કહ્યું કે હવે ઈરાનની કાર્યવાહી ફક્ત આ ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં.
તેમણે કહ્યું કે જો ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે, તો જવાબ પહેલા કરતા વધુ ભારે અને હિંસક હશે.
- Advertisement -
ઈરાને અમેરિકા સામે સમજૂતી માટે પાંચ શરતો મૂકી
ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રમુખ ઈબ્રાહિમ અઝીઝીએ કહ્યું છે કે અમેરિકાએ કોઈપણ કરાર પહેલા વિશ્વાસ સ્થાપિત કરવા માટે પાંચ મોટા પગલાં ભરવા પડશે. અઝીઝીના મતે, ઈરાનની મુખ્ય માંગણીઓમાં લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ સમાપ્ત કરવું, ફરીથી હુમલો ન થવાની ગેરંટી આપવી, નૌકાદળની નાકાબંધી હટાવવી, હોર્મુઝ પર ઈરાની સિસ્ટમને સ્વીકારવી, તેલ પ્રતિબંધો હટાવવા અને ઈરાનની જપ્ત કરેલી સંપત્તિ પાછી આપવાનો સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો કે અમેરિકા અને ઈઝરાયલ યુદ્ધ જલ્દી સમાપ્ત કરવા માંગતા હતા, પરંતુ ઈરાનના જવાબ પછી તેમને યુદ્ધવિરામ અને વાતચીતનો માર્ગ અપનાવવો પડ્યો. અઝીઝીએ કહ્યું કે જો અમેરિકા આ પાંચ પગલાં ભરે છે, તો આગળ 30 અને 60 દિવસની વાતચીત દ્વારા બાકીના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાનને અમેરિકા પર ભરોસો નથી અને બંને દેશો વચ્ચેના મતભેદો ઊંડા છે.
દિલ્હી ક્વાડ બેઠકમાં ઓસ્ટ્રેલિયાએ હોર્મુઝનો મુદ્દો ઉઠાવ્યો
નવી દિલ્હીમાં આજે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ બેઠક કરી. બેઠક પછી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે હોર્મુઝનો મુદ્દો ઉઠાવતા કહ્યું, ‘ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી ઊર્જા સુરક્ષા પર સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા જાળવી રાખવી જરૂરી છે અને ક્વાડ દેશ કોઈપણ પ્રકારનો ટોલ લગાવવાનો પણ વિરોધ કરે છે.’



