ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
સાત માસથી હત્યાના કેસમાં ફરાર જુનાગઢના આરોપીને પોલીસે રાજકોટમાંથી ઝડપી લઇ જેલમાં ધકેલી દીધો હતો જૂનાગઢમાં સુખનાથ ચોક પાસે આવેલ બંગલા પાણીના ટાંકા પાસે રહેતો અશફાક રફાઈ નામનો શખ્સ હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે જેલમાં હતો બે નવેમ્બરના રોજ વચગાળાના સાત દિવસના જામીન પર જેલમાંથી મુક્ત થયો હતો જામીન પુરા થવા છતાં જેલમાં હાજર થયેલ નહીં દરમ્યાન આ શખ્સ રાજકોટમાં અવેલ વૃંદાવન સોસાયટી નાનામવા વિસ્તારના એક ઘરમાં હોવાની માહિતી મળતા જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોવડના પીએસઆઈ વાય.પી.હડીયા અને એએસઆઇ ઉમેશ વેગડા, દિનેશ છૈયા, દીપક બડવા સહિતનાં સ્ટાફે છાપો મારી અસ્ફાકશા ઇસ્માઇલશા રફાઈને ઝડપી રાજકોટની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.