ફિલ્મ વર્કર્સ એસોસિએશને ઇન્ડસ્ટ્રીમાંથી બેન કર્યો
રણવીર સિંહની ‘ડોન-3’ ફિલ્મ છોડવાના કારણે ફરહાન અખ્તરે કરી હતી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પર ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ (ઋઠઈંઈઊ) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સોમવારે સાંજે ફિલ્મ ‘ડોન 3’ ને લઈને ફિલ્મમેકર અને એક્ટર ફરહાન અખ્તર સાથે થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો હતો. રણવીર સિંહના અચાનક આ ફિલ્મમાંથી બહાર નીકળી જવા બાદ ફરહાને વર્કર્સ એસોસિએશન (ઋઠઈંઈઊ)ને તેની ફરિયાદ કરી હતી. ઋઠઈંઈઊ એ આ મામલે રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો નિર્દેશ જારી કર્યો છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રણવીર સાથે કામ ન કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. અગાઉ, ફેડરેશનના મુખ્ય સલાહકાર, અશોક પંડિતે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દેવામાં આવશે નહીં.
અશોક પંડિતે આ મામલે બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું- આ ખૂબ જ ગંભીર મામલો છે, અને આ ટ્રેન્ડ બિલકુલ ખોટો છે. શૂટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા તમે કોઈ પ્રોજેક્ટમાંથી પાછા હટી શકતા નથી. પહેલા અમે આંતરિક બેઠક કરીશું, ત્યારબાદ જ કોઈ નિર્ણય લઈશું. આગળ તેમણે કહ્યું, હવે અમે તે જ કરીશું જે સાચું અને ન્યાયી હશે. અમે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દઈશું નહીં. કાલે કોઈ પણ ફિલ્મ છોડીને જતું રહેશે. અમે જે પણ પગલાં લઈશું, તે ઇન્ડસ્ટ્રીના હિતમાં જ હશે.
રણવીરની સફળતા ખાન-કપૂર ફેમિલીને ખૂંચે છે?
- Advertisement -
બોલિવૂડમાં રાજકારણ (નેપોટિઝ્મ – જૂથવાદ) અને બહારના કલાકારો સાથે થતો અન્યાય એ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આજકાલ આ રાજકારણનો ભોગ રણવીરસિંહ બની રહ્યા હોય એવું બોલિવૂડ જાણકારોનું માનવું છે. એક પછી એક સુપરહીટ ફિલ્મો આપનાર રણવીરની સફળતા ખાન – કપૂર ફેમિલીને ખૂંચી રહી હોય એવું લાગી રહ્યું છે. રણવીરની સફળતાને અટકાવવા મોકો જોઇ તેના ડોન 3 ફિલ્મમાંથી બહાર નીકળી જવા બાદ ફરહાને વર્કર્સ એસોસિએશન (ઋઠઈંઈઊ)ને તેની ફરિયાદ કરી હતી. હવે ફરહાનની ફરિયાદ બાર ફિલ્મ વર્કર્સ એસોસિએશને રણવીરને ઇન્ડસ્ટ્રીમાંથી બેન કર્યો છે. જોકે રણવીર માટે આ મોટી વાત નથી પણ ફરહાન અને તેની ગેંગના ઈરાદાઓ આ પરથી સ્પષ્ટ થઈ ગયા છે.
ધુરંધરમાં બોમ્બ લ્યારીમાં ફૂટ્યો, પણ ધુમાડો બાંદ્રાથી જુહુ સુધી ઉડ્યો: ઝાકીર ખાન
આજથી બે મહિના પૂર્વે કોમેડિયન ઝાકિર ખાને ધુરંધર ફિલ્મની સફળતાને લઈને બોલિવૂડ પર કટાક્ષ કર્યો છે. ઝાકિર ખાને એક એવોર્ડ શો દરમિયાન કહ્યું કે, તમે ભલે ગમે તેટલી અભિનંદન પોસ્ટ કરો, ગમે તેટલી સ્ટોરી શેર કરો કે ઇન્ટરવ્યૂમાં તેને તમારી મનપસંદ ફિલ્મ કહો, પરંતુ સત્ય એ છે કે ‘ધુરંધર’થી બધાને બળતરા તો થઈ છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું, ‘બોમ્બ લ્યારી (કરાચી)માં ફૂટ્યા, પણ ધુમાડો બાંદ્રા-જુહુમાં ઉડ્યો છે.’ તેનો ઈશારો તે સેલેબ્સ તરફ હતો જેઓ ફિલ્મની બ્લોકબસ્ટર ઓપનિંગ સમયે ચૂપ હતા, પરંતુ હવે રેકોર્ડ તૂટવા પર તેની પ્રશંસા કરી રહ્યા છે.



