મેંદરડા પોલીસ સ્ટેશન ચોપડે આરોપી ૬૦૦ પેટી દારૂની હેરાફેરીમાં નાસતો ફરતો હતો
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક પવાર દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને રેન્જ રીડર પી.આઈ. કે.કે.ઝાલા ના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એચ.એન ચુડાસમા તથા એશ્લોન્ડર સ્કોડના ઇચા. પી.એસ.આઇ પી.જે. રામાણી તથા સ્ટાફ સાયબર પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઇ કરમટા ને ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ કે મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ગુન્હામાં નાસતો ફરતો આરોપી હૈયાજ હશનભાઈ રૈયમ રહે જામનગર વાળો રાજકોટ મુકામે બેડીપરા વિસ્તારમાં હોવાની ચોકકસ બાતમી આધારે પોલીસ સ્ટાફ ના માણસો સાથે રાજકોટ મુકામે જઇ આરોપી ને શોધી આરોપી હૈયાઝ હશનભાઇ થૈયમ જાતે સંધી ગામેતી ઉવ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહે. જામનગર અમન સોસાયટી હીંના સ્કુલ પાછળ હાપા રોડ જામનગરવાળા ને ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી સી.આર.પી.સી ક.૪૧(૧)આઇ મુજબ અટકાયત કરેલ
- Advertisement -
પકડાયેલ આરોપી વિશે વધુ માહીતી આપતા પોલીસે જણાવ્યું હતું કેઝડપાયેલ
આરોપી હૈયાઝ થૈયમ ઇન્ગલીશ દારૂ નો મસમોટો જથ્થો ગુજરાત મા ધુસાડવા માટે પોતાનો ટૂક એક ફેરા ના રૂપીયા એક લાખ મા ભાડે થી આપતો હતો તથા આરોપી ૨૦૧૮ ના વર્ષ મા સાસણ મુકામે આશરે ૬૦૦ પેટી ઇગ્લીશ દારૂ નો જથ્થો પકડાયેલ જેમા આરોપી નાસતો ફરતો હતો આરોપી અગાઉ પણ જામનગર ના પેચકોસી એ ડિવિઝન પોલીસ મથકે ઝડપાયેલ.
હુસેન શાહ(જૂનાગઢ)


