ગીર સોમનાથ ના ઉના ખાતે આજરોજ કિસાન સૂર્યદય યોજના ના બીજા તબક્કામાં જિલ્લાના ૧૦૯ ગામો માં યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો હવે ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી શકશે. જેના કારણે ખેડૂતોએ વીજળી માટે રાત્રે વેઠવા પડતા ઉજાગરાઓ બંધ થશે. સૂર્ય ઉર્જા થકી દિવસે ઉત્પન્ન થકી વીજળીનો દિવસે જ વપરાશ થઇ શકશે. અતિથિ વિશેષ તરીકે સૌરભભાઈ પટેલ, જવાહરભાઈ ચાવડા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉના નગરપાલિકા ના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન સૂર્યોદય યોજના માટે કુલ 3 હજાર 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે અંતર્ગત 66 કે.વી.ની 3 હજાર 490 સર્કિટ કિમી જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ 220 કે.વી.ના 9 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવશે. યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દાહોદ જિલ્લાના કુલ 1 હજાર 55 ગામોના ખેડૂતોને લાભ મળશે. આગામી 3 વર્ષમાં તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યને આવરી લેવામાં આવશે. આમ ગુજરાત કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાતના કુલ 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે.
- Advertisement -
રિપોર્ટ – મણીભાઈ ચાંદોરા


