ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ, જો કે ખૂલ્યા પછી બજાર લાલમાંથી લીલા નિશાન તરફ આગળ વધ્યું છે.
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. આ ઘટાડા તેની પાછળ વૈશ્વિક કારણો છે. આજે વૈશ્વિક સ્તર પર બેન્ક નિફ્ટીની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે, ત્યારે શુક્રવારે અમેરિકન બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. લગભગ 200 પોઈન્ટના ઘટાડાની અસર આજે વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. આ કારણોસર આજે ભારતીય બજારની શરૂઆત પણ ધીમી પડી છે.
- Advertisement -
Sensex climbs 146.98 points to 61,876.66 in early trade; Nifty up 55.3 points to 18,258.70
— Press Trust of India (@PTI_News) May 22, 2023
- Advertisement -
આજે શેરબજાર કેવી રીતે ખુલ્યું
BSE સેન્સેક્સ 0.24 ટકાના ઘટાડા સાથે 61,579.78 પર ખુલ્યો છે. NSEનો નિફ્ટી માત્ર 2.3 પોઈન્ટ એટલે કે લગભગ ફ્લેટ ઘટીને 18,201.10 પર ખુલ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરોમાં તેજી સાથે અને 10 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSEનો નિફ્ટી 32 શેરોમાં તેજી સાથે જોવા મળી રહ્યો છે. 18 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન છે.
જો કે બજાર ખૂલ્યા પછી લાલમાંથી લીલા નિશાન તરફ આગળ વધ્યું હતું. હાલ સેન્સેક્સ વધીને 61,876.66 પર પહોંચ્યો તો નિફ્ટી 55.3 પોઈન્ટ વધીને 18,258.70 પર છે.