બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પોતાની ક્ષમતાનાં હિસાબે સાથી દેશોને મદદ કરતો આવ્યો છે. અમારા માટે પાપુઆ ન્યૂ ગિની એક મહાસાગરીય દેશ છે, કોઈ નાનો દ્વીપ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પાપુઆ ન્યૂ ગિનીમાં ઈન્ડિયા-પેસિફિક દ્વીપ સમૂહ સહયોગનાં સમ્મેલનમાં શામેલ થયાં હતાં. આ સમિટમાં 14 દેશો શામેલ થયાં છે. સમિટમાં પોતાની વાત રાખતાં PM મોદીએ કહ્યું કે ભારત માટે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. વન ફેમિલી, વન ફ્યૂચર અમારો મૂળ મંત્ર છે. કોરોનાકાળમાં ભારતે કેટલાય દેશોની મદદ કરી હતી.
- Advertisement -
#WATCH | "For me, you are large ocean countries and not small island states," says PM Narendra Modi at the 3rd India-Pacific Islands Cooperation (FIPIC) Summit pic.twitter.com/vOEUDpTKgf
— ANI (@ANI) May 22, 2023
- Advertisement -
‘ભારત દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે’
PM મોદીએ કહ્યું કે ભારત પાપુઆ ન્યૂ ગિનીનો વિશ્વાસુ પાર્ટનર છે. અમે સાથી દેશની મદદ કરીએ છીએ. આ સાથે-સાથે તેમણે સોલાર અલાયન્સમાં જોડાવા માટે પણ દેશોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે અખંડિતતા અને સંપ્રભુતાનું સમ્માન કરીએ છીએ અને ભારતની વિવિધતા પર વિશ્વાસ રાખીએ છીએ. ભારત દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે.
Had a wonderful meeting with President Surangel S. Whipps, Jr. of the Republic of Palau on the sidelines of FIPIC Summit. pic.twitter.com/j2Ria84kpr
— Narendra Modi (@narendramodi) May 22, 2023
કોરોનાકાળનો કર્યો ઉલ્લેખ
આ સમિટમાં કોરોનાની વાત કરતાં PM મોદીએ કહ્યું મહામારીની અસર ગ્લોબલ સાઉથ દેશો પર સૌથી વધારે થઈ છે. જળવાયુ પરિવર્તન, પ્રાકૃતિક આફતો, ભુખમરો, ગરીબી અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા પડકારો પહેલાથી જ હતાં હવે તો ફ્યૂલ, ફર્ટિલાઈઝર અને ફાર્માને સંબંધિત નવી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે.
‘ભારત પર વિશ્વસનીય પાર્ટનરનાં રૂપમાં વિશ્વાસ કરી શકો છો’
વિકાસ અને ભાગેદારીની વાત કરતાં PM મોદીએ કહ્યું કે તમે એક વિશ્વસનિય પાર્ટનરનાં રૂપમાં ભારત પર વિશ્વાસ કરી શકો છો. અમે સંકોચ વિના તમારી સાથે અમારા અનુભવો અને ક્ષમતાઓ સાંકળવા તૈયાર છીએ. ભારત બહુપક્ષવાદમાં વિશ્વાસ રાખે છે.