રામ મંદિર બનવા બાબતે પણ લોકો શંકા કરતા હતા, તેવી જ રીતે આ લક્ષ્ય પણ હવે નક્કી છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે ભારત નિશ્ચિતપણે વિશ્વગુરુ બનશે અને આ અંગે કોઈને શંકા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે એક સમય હતો, જ્યારે લોકો અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ અંગે શંકાશીલ રહેતા હતા. તેને અશક્ય માનતા હતા. પરંતુ આજે તે મંદિર સૌની સામે સાક્ષાત ઊભું છે. તે જ રીતે, ભારતનું વિશ્વગુરુ તરીકે પુનરુત્થાન પણ સંપૂર્ણપણે નિશ્ચિત છે અને આ યાત્રાને રોકી શકાતી નથી. ભાગવતે આ વાત નાગપુરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પરિસરમાં બનનારા ભારત દુર્ગા શક્તિ સ્થળ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કહી. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી, સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ, સ્વામી મિત્રાનંદજી મહારાજ, સાધ્વી ઋતંભરા અને ધીરેન્દ્ર શાસ્ત્રી સહિત અનેક ધાર્મિક નેતાઓ પણ ઉપસ્થિત હતા.



