ક્રોલી અને ડકેટ ટી બ્રેક સુધીમાં નોટઆઉટ ફર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 131 અને રવીન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. માર્ક વુડે 4 વિકેટ લીધી હતી.
હાલમાં બીજા દિવસના બીજા સેશન બાદ ટી બ્રેક ચાલુ છે. ઇંગ્લેન્ડે વિના નુકશાન 31 રન બનાવ્યા હતા. જેક ક્રોલી અને બેન ડકેટ નોટઆઉટ પરત ફર્યા હતા. ભારત તરફથી પ્રથમ ઓવર જસપ્રીત બુમરાહે ફેંકી હતી.
બીજા દિવસના બીજા સત્રમાં ભારતે 388/7ના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ વધારી હતી. રવિચંદ્રન અશ્વિન 37 રન, ધ્રુવ જુરેલ 46 અને જસપ્રીત બુમરાહ 26 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. રેહાન અહેમદે 2 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાની ઇનિંગ્સ 445 રન પર સમાપ્ત થઈ ગઈ.
- Advertisement -
બીજા સેશનમાં ઇંગ્લેન્ડે પણ પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. ટીમે વિના નુકશાન 31 રન બનાવ્યા હતા. બેન ડકેટ અને જેક ક્રોલી અણનમ રહ્યા હતા. સેશનમાં કુલ 88 રન થયા હતા, જેમાંથી ભારતે 57 રન બનાવ્યા હતા.
બીજા સેશનમાં જ ઇંગ્લેન્ડે પ્રથમ દાવની શરૂઆત કરી હતી. ટીમે 6 ઓવરમાં વિના વિકેટે 31 રન બનાવ્યા હતા. બેન ડકેટ 19 રન અને જેક ક્રોલી 6 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે પહેલો સ્પેલ કર્યો હતો.
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ટીમ બીજા દિવસના બીજા સેશનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ 131, રવીન્દ્ર જાડેજાએ 112 અને સરફરાઝ ખાને 62 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 4 વિકેટ લીધી હતી. રેહાન અહેમદને 2 વિકેટ મળી હતી જ્યારે ટોમ હાર્ટલી, જો રૂટ અને જેમ્સ એન્ડરસને પણ 1-1 વિકેટ લીધી હતી. એક બેટર રન આઉટ થયો હતો.