1962માં માત્ર 66 મહિલાઓએ લોકસભા ચૂંટણી લડી હતી, જયારે છેલ્લે 2019માં થયેલી ચુંટણીમાં 726 મહિલાઓ ચૂંટણી મેદાનમાં હતી: 2019માં પુરુષોથી વધુ મહિલા મતદારે વધુ મત આપેલા
ભારતમાં રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વર્ષોવર્ષ વધી રહી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર 1962થી 2019 દરમિયાન થયેલી લોકસભા ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં 11 ગણો વધારો થયો છે. 1962માં 66 મહિલાઓ લોકસભા ચૂંટણીમાં ઉભી હતી, જયારે છેલ્લી વાર 2019માં થયેલી ચૂંટણીમાં 729 મહિલાઓ ચુંટણીઓ ઉભી હતી.
- Advertisement -
આ વખતે પણ લોકસભા ઉમેદવાર તરીકે મહિલાઓની ખાસ્સી સંખ્યા રહેવાની આશા છે. 2019માં પુરુષો કરતા મહિલાઓએ વોટ આપ્યા: ચૂંટણીમાં મહિલાઓની વોટ ટકાવારી પણ ઘણી વધી છે. 2019માં ચૂંટણીમાં તો મહિલાઓએ પુરુષોની તુલનામાં વધુ વોટ આપ્યા હતા, 2019માં 67.02 ટકા પુરુષ અને 67.18 ટકા મહિલાઓએ વોટ આપ્યા હતા. અર્થાત 0.16 ટકા વધુ મહિલાઓએ વોટ આપ્યા હતા.
સ્વતંત્રતા બાદ વર્ષો સુધી મહિલાઓની ભાગીદારી વધુ ઉત્સાહપૂર્ણ નહોતી. 1962માં 46.6 ટકા મહિલાઓએ વોટ નાખ્યા હતા જયારે પુરુષોની વોટ ટકાવારી 63.3 ટકા હતી, પરંતુ 1990ના દાયકા બાદથી મહિલાઓની ભાગીદારી ઘણી વધી છે.