જૂનાગઢ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે જૂનાગઢના વિવિધ વોર્ડોમાં આંગણવાડીના બહેનો તથા બાળકોના વાલીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં આંગણવાડીના બહેનો તથા બાળકોના વાલીઓ દ્વારા સેવ ધ ડેટ મતદાન તા. 7 મે સાથેના સિંહના માસ્ક સાથે મતદાન જાગૃતિનો સંદેશો નાગરીકોને આપવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકો વધુને વધુ મતદાન પ્રત્યે જાગૃત થાય એ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતી અર્થે યોજાયેલી રેલીમાં આંગણવાડી બહેનો, બાળકો અને તેમના વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, દેશ – વિદેશમાં આગવી ઓળખ ધરાવતા એશીયાટીક સીંહની આ માસ્ક સાથે યોજાયેલી રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.