ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.03
બાંટવામાં એક મહિલાનાં બંધ મકાનમાં ઓચિંતા આગ લાગતા તમામ ઘરવખરી રાખ થઈ ગઈ હતી. બાંટવાના ખાખ વિસ્તારમાં રહેતા ભારતીબેન હિતેશભાઈ નિમાવતનાં મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી ખાખ થઈ ગઈ હતી. મહિલા તેના 14 વર્ષના બાળકની વાલી મિટિંગમાં ગયા હતા ત્યારે પાછળથી અચાનક મકાનમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે તમામ ઘરવખરી સાથે ફ્રીજ, સિલાઈ મશીન, ઘરેણા અને રૂપિયા 30,000 ની રોકડ પણ સ્વાહા થઈ ગઈ હતી.
- Advertisement -
10 વર્ષ અગાઉ મહિલાના પતિનું અવસાન થતાં તેઓ પોતાના ઉપરાંત બે પુત્રી અને એક દીકરાનું સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવતા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગતા મહિલા પણ આભ ફાટી પડ્યું છે. આ અંગેની જાણ થતાં પ્રજ્ઞાબેનએ મુલાકાત લઇ મહિલાને લોકો અને તંત્રએ આર્થિક મદદ કરવા અપીલ કરી હતી. દરમિયાન બાટવાના એક સામાજિક કાર્યકરે એક માસનું કરિયાણું, છ જોડી કપડાની સહાય કરી હતી.